
મોટાભાગના લોકો વરસાદની ઋતુમાં સાંજની ચા સાથે ભજીયા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભજીયા ખાઈને કંટાળી ગયા છો, તો આ વખતે કંઈક નવું ટ્રાય કરો. અહીં અમે તમને પનીર પોપકોર્ન બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
તમે તેને સાંજની ચા સાથે સર્વ કરી શકો છો. પનીરથી બનેલો આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો તમને તેની સરળ રેસીપી જણાવી દઈએ.
સામગ્રી
- 500 ગ્રામ પનીર
- 1-2 છીણેલા લીલા મરચા
- 1 ચમચી છીણેલું લસણ
- 2 ચમચી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 1/2 ચમચી ચાટ મસાલો
- 1 ચમચી ગરમ મસાલો
- 2 કપ ચણાનો લોટ
- 1 કપ ચોખાનો લોટ
- 1/2 ચમચી કાળા મરી પાવડર
- 1/2 ચમચી ઓરેગાનો
- 1 ચમચી ચિલી ફ્લેક્સ
- કોથમીરના પાન
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
- 1 વાટકી કોર્નફ્લેક્સ
- તળવા માટે તેલ
બનાવવાની રીત
- પનીર પોપકોર્ન બનાવવા માટે, સૌપ્રથમ તાજું પનીર લો અને તેને નાના ક્યુબ્સમાં કાપી લો.
- હવે પનીરને મેરિનેટ કરવા માટે એક બાઉલમાં લીલા મરચા અને લસણ લો.
- હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, 1/2 ચમચી ચાટ મસાલો, ગરમ મસાલો અને મીઠું સારી રીતે મિક્સ કરો.
- હવે પનીર ક્યુબ્સને આ મસાલામાં મેરિનેટ કરો. પછી તેને બાજુ પર રાખો અને બેટર તૈયાર કરો.
- બેટર તૈયાર કરવા માટે, એક મોટા વાસણમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ લો.
- હવે તમે એક ચમચી લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, ઓરેગાનો, એક ચમચી ચાટ મસાલો, ચિલી ફ્લેક્સ, કોથમરી અને મીઠું મિક્સ કરો.
- આ પછી જરૂર મુજબ પાણી ઉમેરો અને સ્મૂધ બેટર તૈયાર કરો.
- હવે આ બેટરમાં મેરિનેટ કરેલી પનીર ક્યુબ્સ ઉમેરો.
- એક પ્લેટમાં કોર્નફ્લેક્સ કાઢીને તેને હાથથી દબાવીને પાવડર બનાવો.
- હવે બેટરમાંથી પનીર ક્યુબ્સ લઈ કોર્નફ્લેક્સમાં લપેટી લો અને પછી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- તૈયાર છે પનીર પોપકોર્ન. તેને ચા અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.