
આજના યુવાનો અને ખાસ કરીને બાળકોને પિઝા, બર્ગર વગેરે ખૂબ ગમે છે. માતા-પિતા તેમના બાળકોને વધુ પડતા બજારના પિઝા નથી ખાવા દેવા માંગતા, તેથી તેઓ ઘરે સરળતાથી બ્રેડ પીઝા બનાવી શકે છે. પરંતુ બ્રેડ પિઝા પણ હેલ્ધી ઓપ્શન નથી.
આવી સ્થિતિમાં, જો તમારા બાળકને પિઝા ભાવે છે અને તમે તેને બજારનો પિઝા નથી આપવા માંગતા, તો તમે ઘરે સરળતાથી રવા પિઝા બનાવી શકો છો. બાળકો માટે રવા પિઝા એક સ્વાદિષ્ટ અને હેલ્ધી ઓપ્શન હોઈ શકે છે જે સરળતાથી તૈયાર કરી શકાય છે. ચાલો જાણીએ રવા પીઝા બનાવવાની રેસીપી.
સામગ્રી
- 1 કપ રવો
- 1/2 કપ દહીં
- 1/2 ચમચી ખાવાનો સોડા
- 1 ટમેટું (બારીક સમારેલું)
- 1 કેપ્સિકમ (બારીક સમારેલું)
- 1 ડુંગળી (બારીક સમારેલી)
- 2 ચમચી મકાઈ (બાફેલી)
- 1/2 કપ છીણેલું ચીઝ
- 2 ચમચી પિઝા સોસ
- મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, થોડું તેલ
બનાવવાની રીત
- સૌથી પહેલા રવા અને દહીંને મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો.
- હવે આ બેટરમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- જરૂર પડે તો થોડું પાણી ઉમેરો અને 10-15 મિનિટ માટે ઢાંકીને રાખો.
- નિર્ધારિત સમય પછી બેટરમાં ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- પછી એક નોન-સ્ટીક પેન પર થોડું તેલ લગાવો અને તેને ગરમ કરો.
- હવે તેના પર થોડું બેટર રેડો અને તેને ઢોસા જેવા ગોળ આકારમાં ફેલાવો.
- હવે તેના ઉપર પિઝા સોસ લગાવો અને સમારેલા શાકભાજી ઉમેરો.
- હવે ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો.
- પિઝાને ઢાંકીને ધીમા તાપે સાતથી આઠ મિનિટ અથવા ચીઝ ઓગળે અને તેનો બેઝ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાંધો.
- પિઝા તૈયાર થઈ જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.