Home / Lifestyle / Relationship : sahiyar samiksha

Relationship Tips: સહિયર સમીક્ષા

Relationship Tips:  સહિયર સમીક્ષા

સવાલ: હું ૧૮ વર્ષનો છું. મારી બાજુમાં રહેતી ૨૮ વર્ષની પરિણિત સ્ત્રી સાથે મને પ્રેમ હતો. પરંતુ આ સંબંધનું કોઇ ભવિષ્ય  ન હોવાથી મેં આ સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ તે મને છોડવા તૈયાર નથી. તેને સંતાન નથી. તેને મારા જેવું સંતાન જોઇએ છીએ એમ કહી તે મારી સાથે શરીર સંબંધ બાંધવાના પ્રયાસ કરે છે. તેને ગર્ભ રહે તે પછી તે મારી સાથે સંબંધ તોડી નાખવા તૈયાર છે. એક વાર તેણે જબરજસ્તીથી મારી સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું મહા મુશ્કેલીથી બચી ગયો હતો. મારે તેની સાથે સંબંધ રાખવો નથી. આ માટે મારે શું કરવું એનું  માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવક (રાજકોટ)

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જવાબ: આ સ્ત્રીના દબાણને વશ થશો નહીં. હમણા તમારી ઉંમર ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાની છે. આ સ્ત્રીને સમજાવો. તે ન માને તો તમારા મમ્મી-પપ્પા અને તેના પતિને જણાવવાની તેને ધમકી આપો. જો કે તમારે આ વાત તમારા મમ્મી-પપ્પાને જણાવી આ સ્ત્રીને સમજાવવાની જવાબદારી તેમના પર છોડી દેવી જોઇએ. આથી સમય ન ગુમાવતા તમારા વડીલોને આ વાત કરો. શરમાવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી. આ સમસ્યાનો જલદી નિકાલ નહીં આવે તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે એવી શક્યતા ખરી.

સવાલ:  હું ૨૭ વર્ષનો યુવાન છું. હું મારા ખાસ મિત્રની પત્નીને પ્રેમ કરું છું. તે બે સંતાનની માતા છે. મારો મિત્ર નોકરી-ધંધો કરતો ન હોવાથી મેં તેમને ઘણા પૈસા આપ્યા છે અને મારા મિત્રની પત્નીને મારી પત્નીની જેમ જ સાચવી છે. તેણે જે માગ્યું એ મેં તેને આપ્યું હતું. પરંતુ હવે તે દુનિયાનો ડર બતાવી મારી સાથે સંબંધ રાખવા માગતી નથી. તેની મજબૂરીનો લાભ લીધો હોવાથી હવે મને પણ પસ્તાવો  થાય છે. મારા લગ્ન થવાના છે. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી. એક યુવક (વડનગર)

જવાબ: તમને પસ્તાવો થયો છે એ વાત સારી છે. ખરા દિલથી પસ્તાવો કરવાથી માફી મળે છે  અને પાપ દૂર થાય છે. ભૂતકાળને ભૂલી  જાવ. જાગ્યા ત્યારથી સવાર સમજો અને આમ પણ  મિત્રની પત્નીને પોતાની પત્ની તરીકે નહીં પરંતુ ભાભી તરીકે  કાળજી લેવાય. અને ભાભી તો માતા તુલ્ય છે.  અને હવે એ સ્ત્રી પણ આ સંબંધ તોડવા માંગે છે. તો આ સંબંધનો અંત લાવો અને લગ્ન પછી તમારી પત્ની સાથે દાંપત્ય જીવનનો આનંદ માણો. અને તમારા મિત્રને કોઇ કામ-ધંધો કરવાની સલાહ આપો. શક્ય હોય તો તેને કોઇ નોકરી શોધી આપો. જેથી ભવિષ્યમાં બીજા કોઇ તેમની મજબૂરીનો ગેરલાભ ન લે.

સવાલ: હું ૨૪ વર્ષનો છું. મારા કરતા મોટી ઉંમરની એક સ્ત્રી સાથે મને પ્રેમ છે. પરંતુ તે મારા પ્રેમનો પ્રતિસાદ આપતી નથી. પરંતુ હું જાણું છું કે તે મને પ્રેમ કરે છે. પણ તેની જવાબદારીને કારણે તે મારા પ્રેમનો સ્વીકાર કરતી નથી. લગ્ન પછી તે તેની જવાબદારી સંભાળે એનો મને કોઇ વાંધો નથી. શું તેના જીવનમાં બીજો કોઇ પુરુષ હશે? મારે શું કરવું એ જણાવવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)

જવાબ: આ યુવતી તમારી સાથે સંબંધ રાખવા કે લગ્ન કરવા તૈયાર નથી. તે તેના માતા-પિતાની મરજી વિના એક પણ પગલું ઉઠાવશે નહીં એ વાત પણ સમજી જજો. આથી તેને ભૂલી જવામાં જ તમારી ભલાઇ છે. પ્રેમ ત્યાગ માગે છે આથી આ યુવતીની લાગણીની કદર કરો અને તેને એકલી છોડી દો. એકપક્ષીય પ્રેમનું પરિણામ નિરાશાજનક જ આવે છે. આથી દુ:ખી ન થતા તમારા જીવનમાં આગળ વધો. તમારા નસીબમાં એ યુવતી હશે તો પાછળથી તેનો હૃદય પલટો થશે અને એ તમારા પ્રેમનો સ્વીકાર થશે. પરંતુ હમણા તો તેને ભૂલી જાવ. એ યુવતી તમારા કરતા કેટલી મોટી છે એ તમે લખ્યું નથી. બંને વચ્ચે વધુ પડતો વય તફાવત હોય તો ભવિષ્યમાં તકલીફ થવાની શક્યતા છે.

સવાલ: મારી પત્ની ૩૦ વર્ષની છે પણ તેને સેક્સમાં જરા પણ રૂચિ નથી. આ કારણે અમારી વચ્ચે ઝઘડા થાય છે. આ માટે કોઇ ઉપાય જણાવવા વિનંતી.એક ભાઇ (અમદાવાદ)

જવાબ: તમારી પત્ની પાસે આ માટેનું કારણ જાણવા પ્રયત્ન કરો. પતિ-પત્નીએ એકબીજાને સમજવાની જરૂર છે. વાતચીત દ્વારા તમારી સમસ્યાનું સમાધાન શોધવાના પ્રયાસ કરો. તેની માનસિક સ્થિતિ અને જરૂરિયાતો જાણો. કેટલીક વાર ટેન્શન, ઘરના કામકાજનો બોજ તેમજ બીજી કોઇ તકલીફને કારણે આમ થઇ શકે છે. કારણ જાણી તેને દૂર કરવાનો પ્રયાસ કરો. આમ શક્ય  ન હોય તો કોઇ મેરેજ કાઉન્સેલર કે મનોચિકિત્સકની સલાહ લો. આ સમયે તમારી પત્નીને તમારા સાથ અને હૂંફની જરૂર છે. 

- નયના

Related News

Icon