
દર વર્ષે 8 માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા તેમજ કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ સામે થતા ભેદભાવને રોકવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે એક નવી થીમ પણ રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે 8 માર્ચ શા માટે પસંદ કરવામાં આવ્યો, તેનો ઇતિહાસ, મહત્ત્વ અને થીમ શું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 1900ના દાયકામાં શરૂ થઈ હતી. 1908માં 15,000 મહિલાઓએ ન્યુ યોર્ક શહેરમાં સારી કાર્યકારી પરિસ્થિતિઓ, વાજબી પગાર અને મતદાનના અધિકારની માંગણી સાથે કૂચ કરી હતી. જે પછી 19 માર્ચ 1911ના રોજ ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. પરંતુ 8 માર્ચ 1917ના રોજ રશિયન મહિલાઓની હડતાળ પછી મહિલા દિવસની તારીખ બદલીને 8 માર્ચ કરવામાં આવી. ત્યારથી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વૈશ્વિક તારીખ બની ગઈ છે. જે પછી વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ 8 માર્ચે આ દિવસની ઉજવણીને સત્તાવાર રીતે માન્યતા આપી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્ત્વ
સમાજમાં મહિલાઓની ભૂમિકાને સશક્ત બનાવવા અને તેમની સામે થતા ભેદભાવને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 થીમ
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણી માટે એક થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ 'એક્સિલરેટ એક્શન' રાખવામાં આવી છે. આ થીમ મહિલાઓના જીવનમાં સુધારો લાવવા માટે ઝડપી પ્રગતિનું આહ્વાન કરે છે. તે લોકોને સરકારો અને સંગઠનોને મહિલાઓના ઉત્થાન, સમાન તકો પૂરી પાડવા અને ભેદભાવ દૂર કરવા માટે સક્રિય પગલાં લેવા પ્રેરણા આપે છે.