
ભાઈ-બહેન સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે એક શાનદાર પ્રવાસનું આયોજન કરવું. તમે પણ રક્ષાબંધનની આસપાસ તમારા ભાઈ-બહેન સાથે પ્રવાસનું આયોજન કરી શકો છો. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જોકે આ તહેવારને હજુ ઘણા દિવસો બાકી છે, પરંતુ જો તમે અગાઉથી પ્રવાસ પર જવાનું આયોજન કરો તો તે સારું રહેશે. અહીં અમે 5 સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જે ભાઈ-બહેન સાથે ફરવા માટે બેસ્ટ છે.
સ્પીતી વેલી
આ સ્થળ લિટલ તિબેટ તરીકે પ્રખ્યાત છે. અહીં તમે તમારા ભાઈ-બહેન સાથે ફરવા જઈ શકો છો. આ સ્થળને પ્રકૃતિના સુંદર દૃશ્યો સાથે એક્સપ્લોર કરી શકાય છે. અહીં તમે બરફથી ઢંકાયેલા પર્વતોથી લઈને મઠોની નજીક લહેરાતા ધ્વજ સુધીના નજારાની સામે ફોટો ક્લિક કરી શકો છો. અહીં તારાઓથી પ્રકાશિત આકાશ નીચે કેમ્પિંગ કરવાની અલગ જ મજા છે.
રણથંભોર
જો તમને જંગલો એક્સપ્લોર કરવાનું ગમે છે, તો રણથંભોરમાં વન્યજીવનને નજીકથી જોવા કરતાં વધુ સારું બીજું શું હોઈ શકે. આ વન્યજીવન અભયારણ્ય એવા લોકો માટે એક બેસ્ટ ઓપ્શન છે જેઓ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, કાળા હરણ જેવી ઘણી પ્રજાતિઓને નજીકથી જોવા માંગે છે.
જૈસલમેર
જૈસલમેર ફક્ત પરંપરાગત રાજસ્થાની વાતાવરણ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તમે અહીં ઘણી રોમાંચક પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકો છો. જેમાંથી એક ઊંટ સફારી છે. જો તમે આરામદાયક સફર સાથે કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણવા માંગતા હોવ, તો જેસલમેર પ્રવાસનું આયોજન કરો.
ઔલી
જો તમે તમારા ભાઈ-બહેન સાથે રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણવા માંગતા હોવ, તો સ્કીઈંગના કેન્દ્ર ઔલી જાઓ. સ્કીઈંગ ઉપરાંત, ઔલીમાં ઘણું બધું છે. ગઢવાલના પર્વતોની સુંદરતાની પ્રશંસા કરવાથી લઈને વનદેવી મંદિરમાં પૂજા કરવા અને રોપવે રાઈડનો આનંદ માણવા સુધી, તમે ઔલીમાં ઘણો આનંદ માણી શકો છો.
ધર્મશાલા
જો તમે તમારા ભાઈ-બહેન સાથે પ્રકૃતિની સુંદરતા જોવા માંગતા હોવ અને ભારતમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ શોધી રહ્યા છો, તો તમારે ધર્મશાલાની મુલાકાત લેવી જોઈએ. તિબેટી સંસ્કૃતિ અને મઠોની સમૃદ્ધિને એક્સપ્લોર કરવા માટે આ સ્થળ ઉત્તમ છે.