
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ 'નવાબોના શહેર' તરીકે ઓળખાય છે. લખનૌ તેના સ્વાદિષ્ટ ભોજન, સાહિત્ય, સમૃદ્ધ સંસ્કૃતિ અને સ્થાપત્ય માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. લખનૌ એક એવું શહેર છે જે ઘણા સુંદર પર્યટન સ્થળો તેમજ ઘણા ઐતિહાસિક સ્મારકો, ઈમારતો, મહેલો અને કિલ્લાઓ માટે પણ જાણીતું છે. આ શહેરમાં સ્થિત બડા ઇમામબાડા, આંબેડકર મેમોરિયલ પાર્ક અને દિલકુશા કોઠી વિશે લગભગ દરેકે સાંભળ્યું હશે, પરંતુ અમે તમને એક એવી ભયાનક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં ઘણા લોકો સૂર્યાસ્ત પછી એકલા જવાની હિંમત નથી પણ કરતા. ચાલો જાણીએ લખનૌમાં તે ભયાનક જગ્યા વિશે.
લખનૌના સૌથી ભયાનક સ્થળનું નામ
જ્યારે લખનૌમાં સૌથી ભયાનક સ્થળોની વાત આવે છે, ત્યારે ઘણા લોકો ચોક્કસપણે સિકંદર બાગ મહેલનું નામ લે છે. સિકંદર બાગ લખનૌ હઝરતગંજ રોડ પર સ્થિત છે. સિકંદર બાગને 1857ના બળવા દરમિયાન એક મહત્ત્વપૂર્ણ યુદ્ધનું મુખ્ય સ્થળ માનવામાં આવે છે.
સિકંદર બાગ મહેલનો ઈતિહાસ
સિકંદર બાગનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આ મહેલ વિશે એવું કહેવામાં આવે છે કે તે અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહે તેમની બેગમના નામે બનાવ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે આ મહેલ સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભારતીય સૈનિકો માટે એક મજબૂત કિલ્લો બન્યો હતો. જોકે, પાછળથી આ મહેલ સૈનિકો માટે સ્મશાનગૃહ પણ બન્યો, જેના કારણે તેને ભૂતિયા સ્થળ માનવામાં આવે છે.
સિકંદર બાગ મહેલની ભયાનક ઘટનાઓ
સિકંદર બાગ મહેલની ભયાનક ઘટનાઓ 1857થી જ શરૂ થાય છે. સમાચાર અનુસાર, જ્યારે આ મહેલ ભારતીય સૈનિકોના બળવાનું સ્થળ હતું, ત્યારે બ્રિટિશ સેના અને ભારતીય સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.
બ્રિટિશ સેના અને ભારતીય સૈનિકો વચ્ચેના યુદ્ધમાં મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યા હતા, જેના પછી તેમના મૃતદેહને દફનાવવામાં નહતા આવ્યા. આ ઘટના પછી, આ મહેલને એક ભયાનક સ્થળ માનવામાં આવવા લાગ્યું અને ધીમે ધીમે લોકો એ અહીં આવવાનું ઓછું કરી દીધું.
સિકંદર બાગ મહેલની ડરામણી વાર્તાઓ
સિકંદર બાગ મહેલની ઘણી ડરામણી વાર્તાઓ લોકપ્રિય છે. સ્થાનિક લોકોના મતે, આ બગીચામાં મૃત્યુ પામેલા લોકોની આત્માઓ આજે પણ ભટકતી રહે છે. ઘણા લોકો એવું પણ માને છે કે રાત્રે ત્યાંથી વિચિત્ર અવાજો આવતા રહે છે.
સિકંદર બાગ મહેલની બીજી એક ડરામણી વાર્તા એ છે કે લાલ અને સફેદ કપડા પહેરેલા કેટલાક લોકો મધ્યરાત્રિએ નાચતા રહે છે. ઘણી વખત આ મહેલમાંથી રડવાનો અવાજ પણ આવતો રહે છે. યુદ્ધના ઘણા વર્ષો પછી પણ, આ મહેલમાં સૈનિકોના હાડપિંજર પણ જોવા મળ્યા હતા.
સિકંદર બાગ મહેલ ખંડેર હાલતમાં છે
સિકંદર બાગ મહેલ પહેલા જેવો નથી. આ મહેલના કેટલાક ભાગો હવે ખંડેરમાં ફેરવાઈ ગયા છે. કેટલાક લોકો દિવસ દરમિયાન આઅહીંની મુલાકાત લેવા જાય છે, પરંતુ સૂર્યાસ્ત થતાંની સાથે જ કોઈ મહેલની અંદર જવાની હિંમત નથી કરતું. ઘણા લોકો માને છે કે સૂર્યાસ્ત થતાંની સાથે જ અહીંની હવામાં કંઈક વિચિત્ર અનુભવાય છે.
નોંધ: આ તમામ માહિતી લોકમુખે ચર્ચાતિ વાતોને આધારે આપવામાં આવી છે, આ જગ્યા વિશે અમે પુષ્ટિ નથી કરતા.