Home / Lifestyle / Travel : Avoid these mistakes while sleep tourism

Travel Tips / સ્લીપ ટુરિઝમ દરમિયાન આ ભૂલો કરશો, તો નહીં મળે કોઈ ફાયદો

Travel Tips / સ્લીપ ટુરિઝમ દરમિયાન આ ભૂલો કરશો, તો નહીં મળે કોઈ ફાયદો

તમે સ્લીપ ટુરિઝમ વિશે સાંભળ્યું હશે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. તેનો અર્થનો તેના નામ પરથી જ અંદાજ લગાવી શકાય છે. એક રીતે, આમાં ફરવાનું ઓછું અને ઊંઘવાનું વધુ પસંદ કરવામાં આવે છે. ઋષિકેશ, કોડાઈકેનાલ અને તમિલનાડુને સ્લીપ ટુરિઝમ માટે વધુ સારા સ્થળો માનવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજકાલ ભાગદોડ ભરેલા જીવન અને કામના વધતા દબાણને કારણે, ઘણા લોકો તણાવમાં રહે છે. તેઓ મોબાઈલ અને લેપટોપનો વધુ ઉપયોગ કરે છે. જે તેમની ઊંઘ પર અસર કરે છે. તેનાથી દૂર રહેવા માટે, તેઓ મુસાફરી કરવાનું પસંદ કરે છે. સ્લીપ ટુરિઝમ ઊંઘ સુધારવા અને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે.

સ્લીપ ટુરિઝમ દરમિયાન ન કરો આ ભૂલો

સ્લીપ ટુરિઝમ દરમિયાન કેટલી ભૂલો ટાળવી જોઈએ. આ સમય દરમિયાન, તમારે મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ જેવી વસ્તુઓથી અંતર રાખવું જોઈએ. આ વસ્તુઓમાં વ્યસ્ત રહેવાથી યોગ્ય લાભ નહીં મળે. તેથી, સ્લીપ ટુરિઝમ દરમિયાન ગેજેટ્સનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો.

આ સમય દરમિયાન, તમારે કેફીનવાળા ખોરાક અને આલ્કોહોલનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. કારણ કે તે ઊંઘની ગુણવત્તાને અસર કરે છે. આના કારણે, તમને નીંદર મોડી આવવી અથવા વારંવાર જાગી જવાની સમસ્યા થઈ શકે છે. તેથી, સ્લીપ ટુરિઝમ દરમિયાન, હળવો અને સરળતાથી પચી જાય તેવો પૌષ્ટિક ખોરાક લો, જેથી શરીરને આરામ મળે અને ઊંઘ સારી આવે.

યોગ્ય વાતાવરણમાં સૂવું પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સારી ઊંઘ માટે શાંત અને આરામદાયક વાતાવરણ જરૂરી છે. તેથી, હોટેલ અથવા રિસોર્ટનો રૂમ ખૂબ બ્રાઈટ, આસપાસ ખૂબ અવાજ થતો હોય કે અસુવિધાજનક ન હોવો જોઈએ. આ ઊંઘને ​​અસર કરી શકે છે. રૂમના તાપમાન, રૂમની ક્વોલિટી અને મેટ્રેસ પર પણ ધ્યાન આપો.

સ્લીપ ટુરિઝમ ફક્ત ઊંઘવા સુધી મર્યાદિત નથી. તેના બદલે, આ સમય દરમિયાન તમે તણાવ ઘટાડવા માટે યોગ અને મેડિટેશન પણ કરી શકો છો. સ્લીપ ટુરિઝમ સંબંધિત ઘણી હોટલો યોગ માટે ખાસ સુવિધાઓ પણ પૂરી પાડે છે. તેથી, તમે આ પ્રવૃત્તિઓનો ભાગ બની શકો છો.

Related News

Icon