Home / Lifestyle / Travel : These are best markets to explore in Jaipur

Travel Tips / જયપુર ફરવા જાઓ તો જરૂર લો આ 5 બજારોની મુલાકાત, અહીં કપડાથી લઈને ઘરેણા સુધી બધું જ મળશે

Travel Tips / જયપુર ફરવા જાઓ તો જરૂર લો આ 5 બજારોની મુલાકાત, અહીં કપડાથી લઈને ઘરેણા સુધી બધું જ મળશે

જયપુરમાં હવા મહેલથી પત્રિકા ગેટ, આમેર કિલ્લો, સિટી પેલેસ, જયગઢ કિલ્લો, નાહરગઢ કિલ્લો, બિરલા મંદિર, તોરણ દ્વાર વગેરે જેવા ઘણા જોવાલાયક સ્થળો છે, પરંતુ આ શહેર આ સ્થળો સિવાય ખરીદી માટે પણ પ્રખ્યાત છે. જો તમને પ્રાચીન વસ્તુઓનો શોખ છે અથવા દરેક સ્થળની સંસ્કૃતિ વિશે જાણવામાં રસ છે, તો જયપુરની ઐતિહાસિક ઈમારતો ઉપરાંત, તમારે અહીંની બજારોની પણ એક્સપ્લોર કરવી જોઈએ. જ્યાં તમને રાજસ્થાનની સંસ્કૃતિ સાથે સંબંધિત કપડાં, હસ્તકલાની વસ્તુઓ, ઘરેણા, ફૂટવેર મળશે. તમે આ બજારોમાં જ વાસ્તવિક જયપુર અને રાજસ્થાનને સમજી શકશો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જયપુર એક એવું સ્થળ છે જે ફક્ત ઈતિહાસ પ્રેમીઓ અને કલા પ્રેમીઓ માટે જ નહીં પણ ખરીદીના શોખીનો માટે પણ એક બેસ્ટ છે. ખાસ કરીને જો તમે જયપુરની યાદોને તમારી બેગમાં પેક કરવા માંગતા હોવ, તો અહીંના બજારોની ચોક્કસપણે મુલાકાત લો. આ લેખમાં, અમે જયપુરના 5 બજારો વિશે જણાવીશું જે વિદેશી પ્રવાસીઓમાં પણ લોકપ્રિય છે.

જોહરી બજાર

જો તમે ઘરેણા ખરીદવા માંગતા હોવ, તો તમારે જયપુરના જોહરી બજારની મુલાકાત લેવી જોઈએ. અહીં તમને સોના-ચાંદીથી લઈને કિંમતી પથ્થરો સુધીના ઘરેણા મળશે. આ ઉપરાંત, તમને આ બજારમાં કુંદન કામ, મીનાકારી અને થેવા કલાથી બનેલા ઘરેણા પણ મળશે. આ બજાર તેના ઐતિહાસિક સ્થાપત્ય અને જીવંત સંસ્કૃતિ માટે જાણીતું છે.

ત્રિપોલિયા બજાર

જો તમે  લાખની વસ્તુઓ ખરીદવા માંગતા હોવ, તો જયપુરના ત્રિપોલિયા બજારમાં જાઓ જે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને કારીગરો દ્વારા બનાવેલા ખાસ લાખના ઘરેણા મળશે. આ ઉપરાંત, આ બજારમાં ઘણા પ્રકારની હસ્તકલાની વસ્તુઓ, કપડા, વાસણો વગેરે પણ મળે છે. આ બજારની ગણતરી જયપુરના સૌથી જૂના બજારોમાં થાય છે.

બાપુ બજાર

જો તમે જયપુર અને રાજસ્થાનના પરંપરાગત કપડા ખરીદવા માંગતા હોવ અથવા અહીં હસ્તકલાની વસ્તુઓ ખરીદવા માંગતા હોવ, તો તમારે બાપુ બજાર જવું જોઈએ. અહીં તમને ચામડાની વસ્તુઓ અને પરંપરાગત ફૂટવેર પણ મળશે. 

કિશનપોલ બજાર

જો તમે સસ્તા ભાવે ખરીદી કરવા માંગતા હોવ, તો તમારે જયપુરના કિશનપોલ બજારમાં જવું જોઈએ. સસ્તા કપડા ઉપરાંત, આ સ્થળ લાકડાની કોતરણી માટે પ્રખ્યાત છે. અહીં તમને હાથથી રંગાયેલી બાંધણીની સાડીઓ પણ મળશે. આ ઉપરાંત, તમને જ્યુટ બેગ, ઓર્ગેનિક વસ્તુઓ, ડેકોરેશનની એન્ટીક વસ્તુઓ વગેરે મળશે.

ચાંદપોલ બજાર

જો તમે જયપુર અને રાજસ્થાનની સંસ્કૃતિને લગતી પાઘડીઓ, લાકડાની મૂર્તિઓ, હસ્તકલાની વસ્તુઓ, કાર્પેટ વગેરે ખરીદવા માંગતા હોવ, તો ચાંદપોલ બજાર તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

Related News

Icon