Home / Lifestyle / Travel : If you are going to Jagannath temple then explore these 4 places nearby

Travel Places / જગન્નાથ મંદિર જઈ રહ્યા હોવ, તો જરૂર એક્સપ્લોર કરો નજીકના આ 4 સ્થળો

Travel Places / જગન્નાથ મંદિર જઈ રહ્યા હોવ, તો જરૂર એક્સપ્લોર કરો નજીકના આ 4 સ્થળો

ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને સમર્પિત છે. ભક્તો અહીં દૂર-દૂરથી દર્શન માટે આવે છે. દર વર્ષે શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ વખતે રથયાત્રા 27 જૂન 2025થી શરૂ થઈ રહી છે. આ સમય દરમિયાન અહીં ઘણી ભીડ જોવા મળે છે. જો તમે પણ યાત્રામાં જોડાવા માટે પુરી જવાનું વિચારી રહ્યા છો, તો તમે મંદિરની નજીક સ્થિત કેટલાક સુંદર સ્થળોની પણ એક્સપ્લોર કરી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અહીં તમને પ્રકૃતિના સુંદર દૃશ્ય વચ્ચે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવાનો મોકો મળશે. તેથી, જો તમે રથયાત્રા દરમિયાન અથવા કોઈપણ સમયે પુરી જવાનું વિચારી રહ્યા છો, તો તમે મંદિરની નજીક સ્થિત આ સ્થળોની પણ મુલાકાત લો.

પુરી બીચ

લોકો અહીં પવિત્ર સ્નાન માટે આવે છે. જગન્નાથ મંદિરથી પુરી બીચનું અંતર લગભગ 1થી 2 કિમી છે. પુરી બીચને "ગોલ્ડન બીચ" પણ કહેવામાં આવે છે કારણ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો ખૂબ જ મનમોહક હોય છે. આ સ્થળ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ પ્રવાસીઓ માટે સૌથી શાંતિપૂર્ણ સમય વિતાવવાનું એક સ્થાન પણ છે. જોકે, રથયાત્રા દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

ચિલ્કા તળાવ

ચિલ્કા તળાવ ખૂબ જ મનમોહક સ્થળ છે, આ સ્થળ જગન્નાથ મંદિરથી લગભગ 40થી 50 કિમી દૂર છે. ટેક્સી દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે. તે ભારતના સૌથી મોટા દરિયાકાંઠાના તળાવોમાંનું એક છે. શિયાળામાં હજારો સ્થળાંતર કરનારા પક્ષીઓ આ તળાવની આસપાસ આવે છે. આ સમય દરમિયાન સાઈબેરીયન પક્ષીઓ પણ અહીં આવે છે. તમને અહીં બોટિંગ કરવાની તક મળી શકે છે. નલબાના પક્ષી અભયારણ્ય ચિલ્કા તળાવ પાસે આવેલું છે.

કોણાર્ક સૂર્ય મંદિર

કોણાર્ક સૂર્ય મંદિર પુરીમાં જ આવેલું છે અને આ જગન્નાથ મંદિરથી લગભગ 35 કિમી દૂર આવેલું છે. તમે દર્શન માટે અહીં પણ જઈ શકો છો. તે તેની કોતરણી માટે ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર સૂર્ય ભગવાનના રથના રૂપમાં બનાવવામાં આવ્યું છે, જેમાં લગભગ 24 પૈડા અને 7 ઘોડા છે. મંદિરની દિવાલો પર પૈડા અને ઘોડાઓની કોતરણી ખૂબ જ મનોહર લાગે છે.

સુદર્શન ક્રાફ્ટ મ્યુઝિયમ

તે પુરી જંકશનથી લગભગ 2 કિમીના અંતરે આવેલું છે. તે શનિવાર અને રવિવારે બંધ રહે છે અને બાકીના દિવસોમાં સવારે 8:00થી બપોરના 12:00 વાગ્યા સુધી અને બપોરે 2:00થી સાંજના 8:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. કલામાં રસ ધરાવતા લોકો માટે આ યોગ્ય સ્થળ છે. સંગ્રહાલયમાં હાજર લાકડાની કલાકૃતિઓ અને શિલ્પો, કોતરેલા પથ્થરો, ચિત્રો અને હસ્તકલાની વસ્તુઓ ખૂબ જ સુંદર લાગે છે. અહીં પ્રવેશ ફી ભારતીયો માટે 5 રૂપિયા અને વિદેશી નાગરિકો માટે 50 રૂપિયા છે.

Related News

Icon