Home / Lifestyle / Travel : Follow these smart tips to travel with pets

Travel Tips / પેટ્સ સાથે મુસાફરી કરવા માંગો છો? તો અપનાવો આ સ્માર્ટ ટિપ્સ

Travel Tips / પેટ્સ સાથે મુસાફરી કરવા માંગો છો? તો અપનાવો આ સ્માર્ટ ટિપ્સ

હવે પેટ્સ એટલે કે પાલતુ પ્રાણીઓ ફક્ત ઘરના સભ્યો નથી, પરંતુ પરિવારનો એક ભાગ બની ગયા છે. આવી સ્થિતિમાં, જ્યારે વેકેશન પ્લાન બનાવવામાં આવે છે, ત્યારે તેમને પાછળ છોડી દેવા ખૂબ જ મુશ્કેલ લાગે છે. દરેક પેટ લવર (Pet Lover) ઈચ્છે છે કે તેનો પ્રિય સાથી પણ તેની સાથે નવા અનુભવોનો આનંદ માણે, પરંતુ આ કામ એટલું સરળ નથી. પેટ્સ સાથે મુસાફરી કરવા માટે આયોજન, સમજણ અને ખાસ તૈયારીઓની જરૂર હોય છે, જો તમે પણ પેટ્સ સાથે બહાર જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ બાબતો જાણવી જ જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુસાફરીમાં પેટ્સને સાથે લઈ જવા કેમ જરૂરી છે?

ઘણા લોકો તેમના પેટ્સને એકલા છોડી દેવાનું વિચારી પણ નથી શકતા. સૌથી મોટું કારણ એ છે કે ઘરે કોઈપણ તેની સંભાળ નહીં રાખી શકે. આ ઉપરાંત, ઘણા લોકો ઈચ્છે છે કે તેમના પેટ્સ પણ નવી જગ્યાઓની મુલાકાત લે, કંઈક નવું જુએ અને પરિવાર સાથે યાદગાર ક્ષણો વિતાવે. પેટ્સ સાથે વિતાવેલો સમય તેમને ખુશી જ નહીં આપે, પરંતુ પેટ્સના મનોબળ માટે પણ સારો છે. ચાલો તમને પેટ્સ સાથે મુસાફરી કરવા માટે કેટલીક સ્માર્ટ ટિપ્સ જણાવીએ.

મુસાફરી પહેલા હેલ્થ ચેકઅપ કરાવો

પેટ્સ સ્વસ્થ છે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જો તેમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમને સાથે લઈ જવામાં ખતરો હોઈ શકે છે. ડોક્ટર પાસે યોગ્ય હેલ્થ ચેકઅપ કરવો અને જરૂરી વેક્સિન અપાવો. આ સિવાય મુસાફરી દરમિયાન તેમને જે જોઈએ છે જેમ કે ખોરાક, પાણી, મનપસંદ રમકડું અથવા દવાઓ, તે તમારી સાથે પેક કરો.

મુસાફરી કરવાની યોગ્ય રીત પસંદ કરો

જો તમે કાર દ્વારા જઈ રહ્યા છો તો તે પેટ્સ માટે વધુ સારું છે કારણ કે તમે ઈચ્છો ત્યારે બ્રેક લઈ શકો છો. કાર ટ્રિપમાં, તમે દરેક જરૂરિયાત મુજબ ફલેકસીબલ છો, પરંતુ જો તમે ફ્લાઈટ દ્વારા જઈ રહ્યા છો તો પહેલા એરલાઈનના નિયમો કાળજીપૂર્વક વાંચો. દરેક કંપનીના અલગ-અલગ નિયમો હોય છે અને કેટલીક જગ્યાએ નોન-સર્વિસ એનિમલ માટે મર્યાદાઓ હોય છે. તેથી પેટ્સ ફ્રેન્ડલી ફ્લાઈટ પસંદ કરો.

યોગ્ય સમય અને યોગ્ય આયોજન મહત્ત્વપૂર્ણ છે

પેટ્સને સાથે લઈ જવા હંમેશા યોગ્ય નિર્ણય નથી. જો તમને લાગે કે પેટ્સને મુસાફરી દરમિયાન મુશ્કેલી પડી શકે છે, તો કેર ટેકરની મદદ લેવી વધુ સારું રહેશે. મુસાફરી ફક્ત તમારી મુસાફરી નથી, તે તમારા પેટ્સની પણ મુસાફરી છે. આવી સ્થિતિમાં, તેના આરામ અને સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે.

Related News

Icon