
જ્યારે લોકો તેમના વ્યસ્ત જીવનમાંથી બ્રેક લેવા માંગે છે, ત્યારે તેઓ પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવે છે. મિત્રો સાથે પ્લાન કરેલી ટ્રિપ આપણને હંમેશા યાદ રહે છે. પરંતુ ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે જ્યારે તેઓ મિત્રો સાથે ટ્રિપ પર જાય છે ત્યારે બજેટ કરતાં વધુ પૈસા ખર્ચાય જાય છે.
આવી સ્થિતિમાં જ્યારે તમે ટ્રિપ પર જઈ રહ્યા છો, ત્યારે તમારે અમુક ખર્ચાઓ તો કરવા જ પડશે. પરંતુ જો તમે કેટલાક હેક્સની મદદ લો છો, તો તમે સરળતાથી પૈસા બચાવી શકો છો. આ રીતે તમે તમારા બજેટમાં ટ્રિપનો આનંદ માણી શો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને આવા જ કેટલાક સરળ હેક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે મિત્રો સાથે ટ્રિપ પર જતી વખતે પૈસા બચાવી શકો છો.
મિત્રો સાથે પ્લાનિંગ કરો
જો તમે બજેટમાં ટ્રિપ પ્લાન કરવા માંગતા હોવ, તો અગાઉથી બુકિંગ કરવું વધુ સારું રહેશે. આ માટે તમે જે મિત્રો સાથે ફરવા જઈ રહ્યા છો તેમની સાથે વાત કરીને બધી વસ્તુ નક્કી કરો. ક્યારેક એવું બને છે કે અમુક મિત્રો છેલ્લી ઘડી એ પ્લાન બદલાવી નાખે છે, જેના કારણે ફ્લાઈટ કે હોટલ બુકિંગ માટે વધુ પૈસા ખર્ચવા પડે છે.
જ્યારે તમે અગાઉથી પ્લાન છો અને બુકિંગ કરાવો છો, ત્યારે તમે કેટલાક સારા સોદા કરી શકો છો. એટલું જ નહીં, જ્યારે તમે મિત્રો સાથે ટ્રિપ પ્લાન કરો છો, ત્યારે તમે ગ્રુપ ડિસ્કાઉન્ટનો લાભ પણ લઈ શકો છો. આ તમારી સફરને બજેટ ફ્રેન્ડલી બનાવશે.
ફ્રી એક્ટિવિટી એક્સપ્લોર કરો
જ્યારે તમે મિત્રો સાથે બહાર હોવ ત્યારે એ જરૂરી નથી કે તમે કોઈ લક્ઝરી હોટલમાં જ રહો અથવા વિવિધ એક્ટિવિટી પાછળ હજારો રૂપિયા ખર્ચો. એવા ઘણા સ્થળો છે જ્યાં તમે ફ્રીમાં ઘણી એક્ટિવિટી કરી શકો છો. તમારા મિત્રો સાથે તે સ્થળો અથવા એક્ટિવિટી સર્ચ કરો. જો તમારે કોઈ ચોક્કસ ડેસ્ટિનેશન પર જવું હોય તો ત્યાંની આ ફ્રી એક્ટિવિટી વિશે જાણવાનો પ્રયાસ કરો. આ રીતે, તમે મિત્રો સાથે મસ્તી કરી શકશો અને તમારે બિનજરૂરી ખર્ચ પણ નહીં થાય.
ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સનો ઉપયોગ કરો
મિત્રો સાથે ટ્રિપ પર જતી વખતે પૈસા બચાવવા માટે આ પણ એક સરસ રીત છે. જો તમારી પાસે અથવા તમારા કોઈ મિત્ર પાસે ટ્રાવેલ રિવોર્ડ્સ ઓફર કરતું ક્રેડિટ કાર્ડ હોય, તો ટ્રિપ માટે તે રિવોર્ડ્સનો ઉપયોગ કરો. આનાથી ફ્લાઈટ, હોટલ અને રેસ્ટોરન્ટના ખર્ચમાં પણ ઘણો ઘટાડો થશે. જો એક કરતાં વધુ મિત્રો પાસે આવા કાર્ડ કે અન્ય કોઈ રિવોર્ડ્સ હોય તો અલગ અલગ જગ્યાએ તેમનો ઉપયોગ કરીને પૈસા બચાવી શકાય છે.