
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો રજાઓ દરમિયાન પ્રવાસનું આયોજન કરે છે. જોકે, મુસાફરી દરમિયાન લોકો ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં ફરવાને બદલે ડોક્ટરો પાસે જવું પડે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઉનાળાના દિવસોમાં ક્યાંક મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ભીષણ ગરમીમાં ક્યાંક જવું એ કોઈ પડકારથી ઓછું નથી. આવી સ્થિતિમાં, પોતાનું રક્ષણ કરવું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. મુસાફરી દરમિયાન સ્વસ્થ રહેવા માટે તમારે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. આ માટે તમે કેટલીક ટિપ્સને ફોલો શકો છો. આ તમારી સફરને યાદગાર પણ બનાવશે. તમે બીમાર પણ નહીં પડો.
હાઈડ્રેટેડ રહો
ઉનાળામાં મુસાફરી દરમિયાન લોકો ઘણીવાર પાણીની તંગીનો સામનો કરે છે. આનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે મુસાફરી દરમિયાન તમારા શરીરમાં પાણીની ઉણપ ન થવા દો. દર અડધા કલાકે પાણી પીવું જોઈએ. જો તમે લાંબી મુસાફરી પર છો, તો ચોક્કસપણે તમારી સાથે પાણીની બોટલ રાખો. નાળિયેર પાણી, લીંબુ પાણી અને છાશ જેવા હેલ્ધી ડ્રીંક્સ પીવાથી પણ શરીર હાઈડ્રેટ રહેશે અને ઉર્જા જળવાઈ રહેશે.
હળવો અને પૌષ્ટિક ખોરાક લો
જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો અથવા વેકેશન પર છો તો તમારે ઓઈલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આનાથી એસિડિટી, કબજિયાત અને અપચોની સમસ્યાઓ થઈ શકે છે. તેના બદલે, તમે ફળો, સલાડ, સ્પ્રાઉટ્સ, રોસ્ટેડ મખાના, ડ્રાય ફ્રુટ્સ અને નટ્સ જેવો હળવા અને પૌષ્ટિક નાસ્તો ખાઈ શકો છો. બહારનો ખોરાક ખાતા પહેલા તેની સ્વચ્છતા અને તાજગીનું ધ્યાન રાખો.
લુઝ કપડા પહેરો
ઉનાળામાં તડકો ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં, સનબર્ન અને ટેનિંગથી બચવા માટે ચોક્કસપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરો. મુસાફરી દરમિયાન હળવા, ઢીલા અને કોટનના કપડા પહેરવાનો પ્રયાસ કરો. આનાથી પરસેવો સરળતાથી સુકાઈ જાય છે. શરીર પણ ઠંડુ રહે છે. તડકામાં ગોગલ્સ, ટોપી અથવા કેપ અને સ્કાર્ફ પહેરવાનું ન ભૂલો.
લાંબા સમય સુધી તડકામાં ન રહો
તમારે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. જો તમે જઈ રહ્યા હોવ તો પણ તમારી સાથે છત્રી લઈ જાઓ. આ તમને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવશે. નહીં તો હીટ સ્ટ્રોક, ચક્કર અને સનસ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શક્ય હોય ત્યાં સુધી આ સમયે ઈન્ડોર પ્લેસની મુલાકાત લો.
વધારે ચા અને કોફી પીવાનું ટાળો
જો તમે મુસાફરી કરી રહ્યા છો અથવા પ્રવાસ પર છો, તો તમારે ઉનાળાના દિવસોમાં ચા અને કોફી પીવાનું ટાળવું જોઈએ. તેમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. આનાથી તમને બ્લોટિંગ અને એસિડિટીની સમસ્યાઓ પણ થઈ શકે છે.
આ વાતો પણ ધ્યાનમાં રાખો
- ઉનાળામાં ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
- એરકન્ડિશન્ડ સ્થળોએ વધુ સમય વિતાવો.
- તડકામાંથી આવ્યા બાદ ઠંડા પાણીથી સ્નાન કરો અથવા હાથ-પગ ઠંડા પાણીથી ધોઈ લો.