Home / Lifestyle / Travel : Keep these things in mind before going on a road trip

Travel Tips / રોડ ટ્રિપ પર જતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો થઈ જશો પરેશાન

Travel Tips / રોડ ટ્રિપ પર જતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો થઈ જશો પરેશાન

ભાગ્યે જ કોઈ એવું હશે જેને પ્રવાસ પર જવાનું પસંદ ન હોય. પહેલા લોકો બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હતા, પરંતુ આજના સમયમાં યુવાનોમાં રોડ ટ્રિપ્સ ખૂબ જ લોકપ્રિય છે. ભીડવાળા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાને બદલે, લોકો હવે તેમના મિત્રો અને પરિવાર સાથે રોડ ટ્રિપ પર જવાનું પસંદ કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જો તમે પણ રોડ ટ્રિપ પર જવાનું વિચારી રહ્યા છો, અથવા જો તમે પહેલીવાર રોડ ટ્રિપ પર જઈ રહ્યા છો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને તૈયારી કરો. અહીં અમે તમને આવી જ કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને ધ્યાનમાં રાખીને તમે કોઈપણ પરેશાની વિના રોડ ટ્રિપની મજા માણી શકો છો.

વાહન ચેક કરાવો

જો તમે લાંબા પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો, તો ખાતરી કરો કે કાર સારી સ્થિતિમાં છે. આ માટે, એન્જિન ઓઈલ, બ્રેક્સ, ટાયર, લાઈટ્સ, બેટરી અને એર પ્રેશર ચોક્કસપણે ચેક કરાવો, જેથી તમને રસ્તામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

રૂટની માહિતી મેળવો

રોડ ટ્રિપમાં તમે જે રૂટ લેવાના છો તેની માહિતી અગાઉથી મેળવી લો. એટલે કે, તે રૂટ પર હોટલ, ઢાબા વગેરે છે કે નહીં તે અગાઉથી શોધી કાઢો. ખાસ કરીને પેટ્રોલ પંપો કઈ જગ્યાએ છે તે છે કરી લો, જેથી તમારે ક્યાંય ભટકવું ન પડે. સમયાંતરે રોકાઈને વાહનની ટાંકી ફૂક કરાવવી સૌથી મહત્ત્વપૂર્ણ છે.

આ વસ્તુઓ તમારી સાથે રાખો

જો તમે રોડ ટ્રિપ પર જઈ રહ્યા છો, તો કેટલીક વસ્તુઓ તમારી સાથે રાખો. આ વસ્તુઓમાં ફર્સ્ટ એઈડ કીટ, ટોર્ચ, પાવર બેંક અને વાહન સંબંધિત જરૂરી વસ્તુઓ જેમ કે ટાયર જેક, સ્પેર ટાયર વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ તમારા માટે ગમે ત્યારે ઉપયોગી થઈ શકે છે.

પાણીની બોટલો અને નાસ્તો તમારી સાથે રાખો

રોડ ટ્રિપ પર જતા પહેલા, ઘરેથી નાસ્તો અને પાણીની બોટલ લઈ લો. મઠરી, લાડુ, નમકીન, ચિપ્સ જેવા નાસ્તા લાંબા સમય સુધી સારા રહે છે. તમારી કારમાં પાણીની વધારાની બોટલો પણ રાખો જેથી તમને તરસ લાગે ત્યારે પાણી શોધવું ન પડે.

આ સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે

રોડ ટ્રિપ પર જતા પહેલા, એક અલગ બેગ અથવા પર્સ સાથે રાખો અને તેમાં બધા ડોક્યુમેન્ટ એકસાથે રાખો. આ ડોક્યુમેન્ટમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનની RC, વીમાના કાગળો અને જરૂરી ઓળખપત્રનો સમાવેશ થાય છે.

આરામદાયક કપડા પહેરો

મુસાફરી લાંબી હોય કે ટૂંકી, આરામદાયક કપડા પહેરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી, રોડ ટ્રિપ દરમિયાન થોડા ઢીલા કપડા પહેરવા વધુ સારું છે. જો તમે ગાડી નથી ચલાવી રહ્યા તો પગમાં જૂતાને બદલે ચપ્પલ પહેરો, જેથી તમે આરામથી બેસી શકો.

Related News

Icon