
શું તમને પ્રકૃતિની આસપાસ રહેવું ગમે છે કે ઈતિહાસ વિશે જ્ઞાન મેળવવું ગમે છે? જો હા, તો તમારે શ્રીલંકા જેવા ખૂબ જ સુંદર દેશ એક્સપ્લોર કરવાની યોજના ચોક્કસપણે બનાવવી જોઈએ. શ્રીલંકા ભગવાન રામ સાથે પણ સંકળાયેલું છે. આ જ કારણ છે કે ભારતના ઘણા નાગરિકો આ દેશ એક્સપ્લોર કરવાનું પસંદ કરે છે. ચાલો શ્રીલંકામાં સ્થિત કેટલાક એવા સ્થળો વિશે જાણીએ, જેની મુલાકાત જરૂર લેવી જોઈએ.
એડમ પીક
જો તમે શ્રીલંકા ફરવા ગયા હોવ, એડમ પીકની મુલાકત અવશ્ય લો. તો જ્યારે તમે અહીં પહોંચો છો અને નીચે જુઓ છો, ત્યારે તમે ખૂબ જ સુંદર દૃશ્ય જોઈ શકો છો. આ પીક પર એક બૌદ્ધ મઠ બનેલો છે. અહીં એક પથ્થર પર પગનું નિશાન પણ બનેલું છે. આ નિશાનને લઈને દરેક ધર્મની અલગ-અલગ માન્યતા છે.
રાવણ વોટરફોલ
જો તમે શ્રીલંકાની મુલાકાત લેવાની યોજના બનાવી હોય, તો તમારે રાવણ વોટરફોલની મુલાકાત લેવી જ જોઈએ. તમને જણાવી દઈએ કે આ ખૂબ જ સુંદર ધોધ એલા વન્યજીવન અભયારણ્યમાં સ્થિત છે. ધોધની નજીક થોડો સમય વિતાવીને તમે તમારો તણાવ દૂર કરી શકો છો.
સિગિરિયા રોક ફોર્ટ
સિગિરિયા રોક ફોર્ટની સુંદરતા ભારત અને વિદેશના તમામ પ્રવાસીઓના દિલ જીતી શકે છે. આ સ્થળની આસપાસ રહેતા લોકો સિગિરિયા રોક ફોર્ટને વિશ્વની આઠમી અજાયબી માને છે. તમને જણાવી દઈએ કે યુનેસ્કોએ સિગિરિયા રોક ફોર્ટને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કર્યો છે.
મિનટેલ
મિનટેલ શ્રીલંકાના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. આ પર્યટન સ્થળને પર્વતમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે તમને એક અલગ જ વાતાવરણનો અનુભવ થશે જે બૌદ્ધ સમુદાયના લોકો માટે આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. આ સ્થળની આસપાસ તમને હરિયાળી પણ જોવા મળશે. મિનટેલ પ્રકૃતિ પ્રેમીઓ માટે એક પરફેક્ટ પર્યટન સ્થળ સાબિત થઈ શકે છે.