Home / Lifestyle / Travel : This one thing is mandatory for travelling to Thailand

Travel Tips / થાઈલેન્ડ ફરવા જવા માટે ફરજિયાત છે આ એક વસ્તુ, નહીં તો ઘૂસણખોરી માની કરવામાં આવશે કાર્યવાહી

Travel Tips / થાઈલેન્ડ ફરવા જવા માટે ફરજિયાત છે આ એક વસ્તુ, નહીં તો ઘૂસણખોરી માની કરવામાં આવશે કાર્યવાહી

થાઈલેન્ડના વિકસી રહેલા ટુરિઝમ સેક્ટરને વેગ આપવા ત્યાંની સરકાર 1 મે, 2025થી ડિજિટલ અરાઈવલ કાર્ડ (TDAC) લોન્ચ કરવા જઈ રહી છે. 2024માં 3.55 કરોડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. જે 2023ના આંકડાની તુલનાએ 26.27 ટકાનો મજબૂત ગ્રોથ દર્શાવે છે. પ્રવાસીઓની મુલાકાતમાં વૃદ્ધિ પાછળનું એક કારણ પ્રવેશ અને વિઝાના સરળ નિયમો છે. તેમાં પણ 2025માં 4 કરોડ પ્રવાસીઓનો ટાર્ગેટ હાંસલ કરવા થાઈલેન્ડ ડિજિટલ અરાઈવલ કાર્ડ લાવી રહ્યું છે. આ કાર્ડ નહીં લેવામાં આવે તો ઘૂસણખોરી માની કાયદેસર કાર્યવાહીનો સામનો કરવો પડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે ડિજિટલ અરાઈવલ કાર્ડ?

થાઈલેન્ડ ડિજિટલ અરાઈવલ કાર્ડ પેપર આધારિત જૂના TM6 ફોર્મનું સ્થાન લેશે. તમામ વિદેશી પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ છે. જે પ્રવેશના નિયમો અને પેપર સંબંધિત કાર્યવાહી દૂર કરી ઝડપી એન્ટ્રી આપશે. વિઝા ફ્રી દેશો અને વિઝા અનિવાર્ય હોય તેવા દેશોના પ્રવાસીઓએ આ કાર્ડ માટે ડિજિટલી અરજી કરવાની રહેશે. હાલ પૂરતી TM6 ફોર્મની સુવિધા બંધ કરવામાં આવી છે. થાઈલેન્ડના પ્રવાસે જતા તમામ પ્રવાસીઓએ સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી ડિજિટલ અરાઈવલ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. થાઈલેન્ડના પ્રવાસના 72 કલાક અર્થાત ત્રણ દિવસ પહેલા કાર્ડ માટે અરજી કરવાની રહેશે. એકવાર આ ડિજિટલ ફોર્મ સબમિટ કર્યા બાદ કન્ફર્મેશનનો મેસેજ મળશે. જેને ચેકપોઈન્ટ્સ પર ડિજિટલ અને પ્રિન્ટેડ કોપીમાં બતાવવાનો રહેશે.

ઓનલાઈન અરજીમાં ચૂક થઈ તો

થાઈ ઓથોરિટીએ જણાવ્યું કે, નવી સિસ્ટમ એન્ટ્રી પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવશે. જે બોર્ડરની સુરક્ષામાં પણ વધારો કરશે. જેનાથી ઘૂસણખોરીનું પ્રમાણ ઘટશે. થાઈલેન્ડમાં વધતી પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા સિંગાપોરના SG અરાઈવલ કાર્ડ અને યુરોપિયન યુનિયનના ETIAS કાર્ડની જેમ થાઈલેન્ડે ડિજિટલ અરાઈવલ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી દર્શાવી છે. જેમાં એપ્લિકેશન માટે કોઈ ફી વસૂલાશે નહીં. મુસાફરોએ સ્ટેપ-બાય-સ્ટેપ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઈપણ ચૂક થશે તો બોર્ડર પર વધારાની તપાસ તેમજ વિઝામાં વિલંબ થઈ શકે છે.

ભારતીયોને વિઝાની જરૂર નથી

ભારતીયોએ થાઈલેન્ડના વિઝા લેવાની જરૂર નથી. ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ ટૂંકાગાળા માટે થાઈલેન્ડની મુલાકાત લઈ શકે છે. તેઓ લગભગ 15 દિવસ સુધી રોકાણ કરી શકે છે. જોકે, તેના માટે એરપોર્ટ પર ચેકપોઈન્ટ્સ પર વિઝા ઓન અરાઈવલ લેવા જરૂરી છે. જેથી હવે ભારતીયો માટે 1 મેથી ડિજિટલ અરાઈવલ કાર્ડ માટે અરજી કરવી અનિવાર્ય છે.  

Related News

Icon