Home / Lifestyle / Travel : These are best places to visit in Mauritius

Travel Destination / મોરેશિયસમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, હંમેશા યાદ રહેશે અહીંની મુલાકાત

Travel Destination / મોરેશિયસમાં ફરવા માટે બેસ્ટ છે આ સ્થળો, હંમેશા યાદ રહેશે અહીંની મુલાકાત

પીએમ મોદી મોરેશિયસની મુલાકાતે છે. આ દેશને 'મીની ભારત' પણ કહેવામાં આવે છે. મોરેશિયસ ફરવા માટે પણ એક ઉત્તમ દેશ છે. તમે અહીં ઘણી અદ્ભુત જગ્યાઓ એક્સપ્લોર શકો છો જે તમારા માટે જીવનભરની યાદો બની જશે. મોરેશિયસ તેના વૈભવી રિસોર્ટ્સ, વાદળી સમુદ્રના કિનારે ફેલાયેલા સુંદર બીચ અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અહીં તમે સ્કુબા ડાઈવિંગથી લઈને સ્નોર્કલિંગ સુધીની ઘણી એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. તમને અહીંનું ટ્રોપિકલ કલાઈમેટ પણ ગમશે. સુંદર સ્થળોથી લઈને સ્વાદિષ્ટ ભોજન સુધી, મોરેશિયસ પ્રવાસીઓને ઘણું બધું ઓફર કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રકૃતિ પ્રેમીઓથી લઈને હનીમૂન કપલ્સ સુધી, મોરેશિયસ દરેક માટે શ્રેષ્ઠ સ્થળ છે. સમુદ્રનું સ્વચ્છ પાણી, શાંત રેતાળ બીચ અને ઊંચા તાડના વૃક્ષો, આરામદાયક વાતાવરણ તેને કપલ્સ માટે વધુ સુંદર સ્થળ બનાવે છે. દરિયાકિનારા ઉપરાંત, અહીં ફરવા માટે ઘણું બધું છે. તો ચાલો જોઈએ કે તમે મોરેશિયસમાં શું એક્સપ્લોર શકો છો.

સાત ધોધ

જો તમે મોરેશિયસ જાઓ છો, તો તમારે સાત ધોધની મુલાકાત લેવી જ જોઈએ. તામરિન નદી પરના આ ધોધને તામરિન ધોધ પણ કહેવામાં આવે છે. આ મોરેશિયસના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે.

બ્લેક રિવર પાર્ક

મોરેશિયસનો બ્લેક રિવર પાર્ક અહીંનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી પ્રેમીઓ માટે આ સ્થળ કોઈ સ્વર્ગથી ઓછું નથી. આ વિશાળ પાર્ક 67.54 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.

પેમ્પલેમૌસેસ બોટનિકલ ગાર્ડન

તમારે મોરેશિયસમાં પેમ્પલેમૌસેસ બોટનિકલ ગાર્ડનની પણ મુલાકાત લેવી જોઈએ. આ એક જૂનો બોટનિકલ પાર્ક છે અને પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. અહીં તમને પ્રખ્યાત તાલિપોટ પામ, વોટર લિલી, રોયલ પામ, લેડી પામ સહિત દુર્લભ પ્રજાતિના પામ વૃક્ષો જોવા મળશે. આ સ્થળ પણ પ્રકૃતિ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ છે.

ચામરેલ ધોધ

મોરેશિયસમાં તમે ચામરેલ ધોધ જોઈ શકો છો. તે ચામરેલ પાર્કમાં સ્થિત છે. આ દેશના સૌથી લોકપ્રિય સ્થળોની વાત કરીએ તો, ચમરેલ ધોધ સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળોમાંનું એક છે. લગભગ 100 મીટરની ઊંચાઈથી પડતો આ ધોધ ખૂબ જ સુંદર લાગે છે. નજીકની ટેકરીઓમાંથી પસાર થતા રસ્તા પરથી સમુદ્રના સુંદર દૃશ્યો જોઈ શકાય છે.

ફ્લિક એન ફ્લેક બીચ

જો તમે સ્નોર્કલિંગ, કોરલ રીફ, સ્કુબા ડાઈવિંગ વગેરે જેવી વોટર એક્ટિવિટી કરવા માંગતા હોવ, તો તમારે ફ્લિક એન ફ્લેક બીચ પરજવું જોઈએ. આ ઉપરાંત, બીચ પર પાર્ટનર સાથે કરેલી એક રોમેન્ટિક લોંગ વોક તમને જીવનભર યાદ રહેશે.

Related News

Icon