
દરેક વ્યક્તિ રોજ સરખી જિંદગી જીવવાનો કંટાળો આવે છે. આવી સ્થિતિમાં જીવનને રસપ્રદ બનાવવા માટે તમારા માટે સમય કાઢવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વયં સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રવાસ છે. જો તમારે બહાર ફરવા જવું હોય પરંતુ ઓફિસમાં રજા માંગવામાં અચકાતા હો તો એપ્રિલમાં બે લાંબા વીકએન્ડ ઉપલબ્ધ છે. જ્યારે તમે ફરવા જઈ શકો છો. અહીં કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે એપ્રિલમાં ફરવા જઈ શકો છો.
1) લેન્સડાઉન, ઉત્તરાખંડ
લેન્સડાઉન દિલ્હીથી લગભગ 250 કિલોમીટરના અંતરે ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં આવેલું છે. આ એક નાનું પહાડી શહેર છે, જ્યાં તમે શાંતિથી સમય પસાર કરી શકો છો. ઓક અને દિયોદરના જંગલોથી ભરેલું આ હિલ સ્ટેશન પક્ષી જોનારા અને કેઝ્યુઅલ હાઇકર્સ માટે શ્રેષ્ઠ છે. તમે આરામ કરવા માટે આ સ્થળે જઈ શકો છો.
2) મસૂરી, ઉત્તરાખંડ
મસૂરી ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં દિલ્હીથી 290 કિલોમીટરના અંતરે સ્થિત સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશનોમાંથી એક છે. મસૂરીને પહાડોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દરિયાની સપાટીથી 7000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે, આ હિલ સ્ટેશન આખું વર્ષ ઠંડુ રહે છે અને અહીંનું હવામાન એકદમ ખુશનુમા હોય છે.
3) કસોલ, હિમાચલ પ્રદેશ
કસોલ હિમાચલ પ્રદેશનું એક નાનકડું ગામ છે જે પાર્વતી નદીના કિનારે આવેલું છે. આ જગ્યાને 'એમ્સ્ટરડેમ ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. ટ્રેકર્સ, બેકપેકર્સ અને પ્રકૃતિ પ્રેમીઓમાં આ એક પ્રખ્યાત સ્થળ છે. બરફથી ઢંકાયેલા પહાડો, પાઈન વૃક્ષો અને સુંદર નદી પાસે આરામથી બેસીને શાંતિથી સમય પસાર કરી શકાય છે. આ દેશની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે.
4) જીભી, તીર્થન વેલી
લીલાછમ જંગલોની વચ્ચે પર્વતોથી ઘેરાયેલું આ મોહક ગામ જીભી આરામ કરવા માટે યોગ્ય સ્થળ છે. ગાઢ પાઈન જંગલો, શાંત તાજા પાણીના તળાવો અને પ્રાચીન મંદિરો આ સ્થળને જોવાલાયક બનાવે છે.
5) ચંબા, હિમાચલ પ્રદેશ
ચંબા એ ઉત્તરાખંડનું એક નાનું શહેર છે જે હિમાલયના પર્વતોની વચ્ચે દેવદાર અને પાઈન વૃક્ષોના સુંદર નજારા માટે જાણીતું છે. પ્રકૃતિમાં આશ્વાસન મેળવવા માટે આ એક સારી જગ્યા છે.