Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: Flat lift in Naroda fell from the fourth floor to the basement

Ahmedabad news: નરોડામાં ફ્લેટની લિફ્ટ ચોથા માળેથી બેઝમેન્ટમાં પડી, 7 લોકોને કરાયા રેસ્ક્યું

Ahmedabad news: નરોડામાં ફ્લેટની લિફ્ટ ચોથા માળેથી બેઝમેન્ટમાં પડી, 7 લોકોને કરાયા રેસ્ક્યું

અમદાવાદના નરોડા વિસ્તારમાં લિફ્ટ ચોથા માળેથી બેઝમેટમાં પડી હતી. લિફ્ટમાં સાત લોકો ફસાયા હોવાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. લિફ્ટમાં બાળકો અને મહિલા પણ હતા. જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સ્થાનિકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું 

મળતી માહિતી અનુસાર, નરોડામાં આવેલા દેવાશિષ ફ્લેટની લિફ્ટ ચોથા માળેથી બેઝમેન્ટમાં પડી હોવાની ઘટના સામે આવી છે. લિફ્ટમાં બે બાળકો અને ચાર મહિલા સહિત સાત જેટલા લોકો ફસાયા હતા.

લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી સ્થાનિકોએ દરવાજો તોડ્યો

આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હોવાથી સ્થાનિકોએ દરવાજો તોડ્યો હતો અને થોડીજ પળોમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Related News

Icon