સુરતના પીપલોદ રોડ પર આવેલા ઈસ્કોન મોલમાં ચોંકાવનારી ઘટના બની હતી. જિમમાંથી નીચે આવી રહી લિફ્ટ વચ્ચે જ અટકી ગઈ હતી, જેમાં નવ લોકો ફસાઈ ગયા હતા. લિફ્ટમાં પેસેન્જરની સંખ્યા વધુ થવાના કારણે ઓવરલોડિંગ થયો હતો અને પરિણામે લિફ્ટ પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે અટકી ગઈ હતી. લિફ્ટ અટકી જતા અંદર ફસાયેલા લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે વેસુ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. ટીમે તમામ નવ વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આવી ઘટનાએ મોલની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો કરે છે.