ગુજરાતનું ઉના અને ગીર ગઢડા તાલુકે એટલે સિંહોનું બીજું ઘર કહેવાય છે. જેટલા સિંહો આ વિસ્તારના જંગલમાં નથી એથી વધુ રેવન્યુ વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે સિંહો વાંરવાર રહેંણાક વિસ્તારમાં આવી જાય છે. ઉના તાલુકાના પાતાપુર ગામમાં દસ દિવસમાં 8 વખત સિંહો ગામની અંદર આવે છે. સિંહ ગામમાં આવે પશુઓનો શિકાર કરે છે.

