liquor in Una: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાથી આવા કીમિયા પણ કામ લાગતા નથી. આ દરમિયાન કેન્દ્ર શાસીત પ્રદેશ દિવમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરે નવો કિમિયા અજમાવ્યો હતો. પોસ્ટ ઓફિસના માર્કા વાળા થેલામાં દારૂની હેરાફેરી કરતો એક શખસને ઊના પોલીસે ઝડપી પાડ્યો છે.

