
Junagadh news: જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથક અને તેની આસપાસ છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. જેથી કેશોદ તાલુકામાં વ્યાજના વિષ ચક્રમાં ફસાતાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આવો જ એક વધુ કિસ્સો સામે આવતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે.
કેશોદના પીપળી ગામના 25 વીઘા જમીન ધરાવતો ખેડૂત વ્યાજ વિષ ચક્રમાં ફસાતાં ચકચાર મચી જવા પામી છે. પુત્રીને નિશાળે મૂકવા જતી વખતે ખેડૂતની ઉછીના નાણાં આપનાર શખ્સ સાથે થઈ અચાનક મુલાકાત થઈ હતી. જે બાદ ખેડૂતે 50 હજાર જેવી ઉછીની રકમનું વ્યાજ નહીં લેવાની ઉછીના નાણાં આપનાર શખ્સે ખેડૂતને જણાવ્યું ખેડૂતને તેના ખેતીના કામમાં જરૂરિયાત હોય શરૂઆતમાં 50 હજાર બાદ વધુ 2 તબકકે એક - એક લાખ જેવી રકમ લીધી હતી ઉછીના જો કે, ઉછીના આપનાર શખ્સે શરૂઆતના 50 હજારમાં સંબંધની રૂએ વ્યાજ નહીં વસૂલે તેવી મસમોટી લાલચ આપી હતી. જયારે ખેડૂતને વધુ રકમની જરૂર ઉભી થઈ ઉછીના આપનાર ખેડૂત પાસેથી તેના અને તેના પુત્રના સહીવાળા 10 ચેક મેળવી લીધા ખેડૂતે 2.5 લાખની ઉછીની રકમનું 5 લાખ જેવું વ્યાજ ચૂંકવી દીધું છતાં ઉછીના નાણા આપનાર શખ્સે 12.5 લાખ જેવી રકમની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. જેથી જો તે રકમ નહીં ચૂંકવે તો તેના એકના એક દીકરાને મારી નાખવાની વ્યાજખોર શખ્સે ધમકી આપી હતી. જેના લીધે કેશોદના પીપળી ગામના ખેડૂત જગદીશભાઈ નરસિંહભાઈ વણપરિયાએ વ્યાજખોર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વ્યાજખોર જેઠાભાઈ જીવાભાઇ ઓડેદરા વિરૂધ્ધ ગેરકાયદેસર નાણાં ધીરવા અને ધાકધમકી સહિતની કલમ હેઠળ ગુન્હોં નોંધી તપાસ હાથ ધરી છે.