
Rajkot News: રાજકોટમાં લોકમેળા અંગે સમાચાર આવી રહ્યા છે. લોક મેળો રેસકોર્સ મેદાન ખાતે જ યોજાશે. રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. રેસકોર્સ મેદાન ખાતે તા.14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. પાંચ દિવસ સુધી લોકો મેળો માણી શકશે.
સ્ટોલ તથા પ્લોટની અરજી માટેની પણ તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 9 જૂનથી 13 જૂન સુધી સ્ટોલ માટે અરજી કરી શકશે. તારીખ 23થી 26 જૂન દરમ્યાન સ્ટોલના ડ્રો યોજાશે. આ પહેલા અટલ સરોવર નજીક યોજાવાની અટકળો ચાલી રહી હતી. રાજકોટના ધારાસભ્યોએ મેળો અટલ સરોવર નજીક યોજવા માટે CM સુધી રજૂઆત કરી હતી. જો કે જિલ્લા વહીવટી તંત્રએ ધારાસભ્યની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.