સુરત શહેર નજીક આવેલા માંડવી તાલુકાના નોગામા ગામમાં ગુરુવારના રોજ એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા સ્થાનિક લોકોએ કાજુ લૂંટવાની હોડ લગાવી દીધી. આ ઘટનાને લઈ આજુબાજુના વિસ્તારોમાં ભારે ચર્ચા જાગી છે અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વીડિયો વાયલ થઈ રહ્યો છે.
શર્ટમાં કાજુ ભર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, કાજુ ભરેલો ટેમ્પો મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો, ત્યારે નોગામા ગામ નજીક ચાલકે વાહન ઉપરનો કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ગયો. ટેમ્પો પલટાતા તેમાં ભરેલા કાજુના બોરા ફાટી ગયા અને હજારો રૂપિયાના કાજુ રસ્તા પર છવાઈ ગયા. વાત પલભરમાં ગામમાં ફેલાઈ ગઈ અને સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા.દ્રશ્ય એવું હતું કે, જેની જેમ જેની નજર પડી તે પોતાના ખિસ્સા, થેલા, રૂમાલ અને અહીં સુધી કે શર્ટના ઘસેટાં સુધીમાં કાજુ ભરીને ઘર તરફ દોડવા લાગ્યો. કેટલાએ સ્કૂટર અને સાયકલ પર લાદીને કાજુ લઇ જતા જોવા મળ્યા.
ડિસ્કાઉન્ટ સેલની જેમ લૂંટ
એક સ્થાનિક રહેવાસીનું કહેવું હતું: "એવો નઝારો તો અમે સુપરમાર્કેટના ડિસ્કાઉન્ટ સેલમાં પણ નથી જોયો! આખું ગામ કાજુ લેવા આવી પડ્યું!"પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પણ ત્યાં સુધીમાં મોટાભાગના કાજુ લૂંટી લેવામાં આવ્યા હતા. વાહનચાલકે કંપની અને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈસમોની ઓળખ માટે નજીકના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.