
રાજકોટ શહેરમાં ફરી એકવાર રક્તરંજિત ઘટના બની છે, જેમાં લૂંટ અને હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ભક્તિનગર વિસ્તારમાં બરકતભાઈ લાખાણી નામના પ્રૌઢની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ તેમના ગળા અને પીઠના ભાગે ઘા મારીને હત્યા કરી અને 8 સોનાની વીંટી, સોનાનો ચેન અને સોનાની લકી લૂંટી લીધી હતી.
ભક્તિનગર વિસ્તારમાં આવેલી વાલ્કેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલ શ્રીનગર શેરી નંબર 1માં એકલા રહેતા 70 વર્ષના વૃધ્ધના ઘરેણાં લૂંટી કરપીણ હત્યા નિપજાવી હતી. આ બનાવના પગલે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને ભક્તિનગર પોલીસના પીઆઇ સરવૈયા સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સીસીટીવી આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના ભક્તિનગરમાં એક પ્રૌઢ વ્યક્તિ ઉપર લૂંટના ઈરાદે હુમલો કરીને હત્યા કરી છે. ઘટનાની જાણ થતાં ડીસીપી જગદીશ બાંગરવા, ભક્તિનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.