સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બપોરે 2:30 કલાકે સુરતના રેલ્વે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયો હતો.

