Home / Gujarat / Vadodara : The girl who got married through social media was left with no regrets, this situation happened to her

Vadodara news: સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમલગ્ન કરેલી યુવતીને પસ્તાવાનો પાર ન રહ્યો, આવી સ્થિતિની નોબત આવી

Vadodara news: સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમલગ્ન કરેલી યુવતીને પસ્તાવાનો પાર ન રહ્યો, આવી સ્થિતિની નોબત આવી

Vadodara news: મા-બાપની વિરુદ્ધ જઈ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા વડોદરાના યુવક સાથે લવ મેરેજ કરનાર યુવતીના પ્રેમનો નશો થોડા જ મહિનામાં ઉતરી ગયો હતો, અને હવે આ યુવતીને તેના પતિના ત્રાસથી કંટાળી એક સંસ્થામાં આશરો લેવાની નોબત આવી છે. રાજકોટની મધ્યમ વર્ગીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે શરૂઆતમાં ફ્રેન્ડશિપની વાતો થયા બાદ પ્રેમ પાંગર્યો હતો અને પરિવારજનોની વિરુદ્ધમાં જઈ લગ્ન કરવા મક્કમ બન્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લગ્ન બાદ પતિએ બતાવ્યું અસલી રૂપ
લગ્ન કરી વડોદરા આવેલી યુવતીને થોડા જ દિવસોમાં પતિના અસલી ચહેરાનો અનુભવ થયો હતો. કોઈપણ કામ ધંધો નહીં કરતા પતિએ યુવતીને નોકરી કરવા માટે મજબૂર કરી હતી. તેણે પત્નીનું એટીએમ કાર્ડ પણ લઈ લીધું હતું. એટીએમ મારફતે પત્નીનો પગાર ઉપાડી લઈ નશો કરતા પતિએ મારઝૂડ કરતા યુવતી દયનીય હાલતમાં મૂકાઈ હતી.

માતા-પિતાએ શરણ ન આપતા અભયમની મદદ માગી
પતિનો અત્યાચાર સહન નહીં કરી શકનાર યુવતીએ આખરે રાજકોટમાં રહેતા માતા-પિતાનું શરણું માગ્યું હતું. પરંતુ તેમણે પણ વિચારવાનો સમય માંગ્યો હતો. આખરે યુવતીએ અભયમની મદદ માંગતા તેમણે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યુવતીને આશરો આપ્યો છે. સોશિયલ મીડિયાની આભામાં આવીને અનેક યુવક-યુવતીઓ આવું પગલું ભરે છે અને બાદમાં પસ્તાય છે. મા-બાપની ઈચ્છા વિરુદ્ધ જઈ જીવનનો સૌથી મોટો નિર્ણય વગર વિચાર્યે આ યુવતીએ લઈ તો લીધો પરંતુ હાલ તેને પસ્તાવાનો વારો આવ્યો છે. આ પ્રકારના કિસ્સા સમાજને એક દાખલો પુરો પાડે છે.

Related News

Icon