સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયા બાદ ગર્ભવતી બન્યાનો બનાવ હજુ સુધી ભૂલાયો નથી. ત્યાં તો આવી જ ઉલ્ટી ગંગાનો વધુ એક કિસ્સો સુરતના લીંબાયત વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરતા પોણા અઢાર વર્ષના તરુણને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાબાદ બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને 'હું કંઈ કરી લઈશ' તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી.

