Home / Gujarat / Botad : Passenger dies on the spot in accident between luxury bus and rickshaw

Botad News: ગઢડા નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે મુસાફરનું મોત

Botad News: ગઢડા નજીક લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે મુસાફરનું મોત

ગઢડા નજીક લક્ઝરી બસ અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લક્સરી બસે રિક્ષાને ટક્કર મારતાં એક મુસાફરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા નજીક મેઘવડીયા ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મેઘવડીયા ગામના પાટીયા પાસે ભાવસંગભાઇ મેર મુસાફરોની રાહ જોઇને ઉભા હતા. તે દરમિયાન એક ખાનગી લક્સરી બસે છકડાને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની ઓળખ સુભાષભાઇ સાથળીયા (સાળંગપરડા) તરીકે થઇ છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

જ્યારે આ અકસ્માતમાં છકડા ચાલક ભાવસંગભાઇને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

Icon