અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હીમખડીપરા વિસ્તારમાં શંકાસ્પદ મૌલાના મોહમદ ફઝલ અબ્દુલજીજ શેખ સાથે જોડાયેલા મદરેસા પર વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મદરેસા, જે સરકાર દ્વારા લાભાર્થીઓ માટે મફત ફાળવવામાં આવેલા પ્લોટ પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું, તેને બુલડોઝર દ્વારા ડિમોલિશ કરી નાખવામાં આવ્યું છે.
મૌલાના મોહમદ ફઝલ અબ્દુલજીજ શેખની મસ્જિદ તોડી પડાઈ
થોડા દિવસો પહેલા ગુજરાત ATS દ્વારા મૌલાના મોહમદ ફઝલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેમના મોબાઈલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા વોટ્સએપ ગ્રૂપ મળી આવ્યા હતા.
મદરેસાનું નિર્માણ શરતભંગના કારણે ગેરકાયદેસર હતું,
આ શંકાસ્પદ હિલચાલને લઈને SP અને કલેકટરની અલગ-અલગ ટીમોએ મદરેસા અને તેની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મદરેસાનું નિર્માણ શરતભંગના કારણે ગેરકાયદેસર હતું, જેને પગલે વહીવટી તંત્રે આ કડક કાર્યવાહી કરી છે..
મળતી માહિતી અનુસાર, હિમખડીપરામાં ગેરકાયદે મદરેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. જ્યા મૌલાના મોહમ્મદઝલ અબ્દુલઅઝીઝ શેખ રહેતો હતો. આ મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, મફત ફાળવેલા પ્લોટમાં મદરેસા ઊભી કરવામાં આવી હતી જે અગાઉ સરકારે લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવ્યા હતા. આ સરકારી જમીન પર ગેરકાયદે મદરેસા ઊભું કરી દેવાયું હતું. ત્યારે આજે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. ડિમોલિશન સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.