મહાભારતની વાર્તા જેટલી રોમાંચક છે તેટલી જ તે ઊંડી અને રહસ્યથી ભરેલી છે. તેના પાત્રો ફક્ત યુદ્ધના નાયકો જ નહોતા, પરંતુ તેમની પાછળ અનેક જન્મોની વાર્તાઓ, તપસ્યા અને શાપ પણ છુપાયેલા હતા. આ પાત્રોમાંનો એક કર્ણ હતો. જેને સૂર્યપુત્ર, દાનવીર અને મહાયોધ્ધા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહાભારત યુદ્ધમાં, અર્જુન અને શ્રી કૃષ્ણે કર્ણને મારવા માટે ઘણા જન્મ લીધા હતા, પરંતુ એક ખાસ કારણસર તેઓ લાંબા સમય સુધી તેમાં સફળ થઈ શક્યા નહીં?

