Maharashtra news: પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં આવેલી એક ગોડાઉનમાં આગ લાગવાના અહેવાલ છે. આગ લાગવાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે, અત્યાર સુધી આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી નથી શકાયો. 26 એપ્રિલ શનિવારે બપોર બાદ વેરહાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી.
આગ લાગ્યા બાદ ગોડાઉનના અન્ય માળે આગ જોતજોતામાં ફેલાઈ ગઈ હતી. જો કે, આગ લાગવાનું કારણ અકબંધ છે. આગમાં કેટલું નુકસાન થયું તેનું આકલન નથી થઈ શક્યું. રાહતની ખબર એ છે કે, આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ ના અહેવાલ નથી.