બુધવારે શરૂઆતમાં ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવને કારણે રોકાણકારોની ભાવનાઓ પર અસર પડી હતી. 30 શેરો વાળા બીએસઇ સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યા જ્યારે નિફ્ટી 50 137 પોઈન્ટ ઘટ્યા. મિડ અને સ્મોલ-કેપ શેરોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

