
ગુજરાતભરમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં ખેડામાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ખેડા જિલ્લામાં મહુધા તાલુકાના મહિસા ગામમાં ડબલ મર્ડરનો કિસ્સો સામે આવી રહ્યો છે. ગામમાં 20થી 25 વર્ષના યુવક યુવતીની કરપીણ હત્યા કરાઈ હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મહીસા ગામના સીમમાં આવેલા ખેતરમાં કરપીણ હત્યા કરાયેલ હાલતમાં બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના હાથ ઉપરની મહેંદી હજુ સુકાઈ નથી. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા હત્યાના સ્થળે પહોંચ્યા હતા. સાથે મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. યુવક યુવતી પતિ પત્ની છે કે અન્ય કોઈ તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. યુવક યુવતીની ઓળખ મેળવવાનો પ્રયાસ પણ પોલીસ કરી રહી છે.