Home / India : Supreme Court orders Mamata government to give 25 percent DA to employees

મમતા સરકારને સુપ્રીમનો ઝટકો, સરકારી કર્મચારીઓને 25 ટકા મોંઘવારી ભથ્થું આપવા આદેશ

મમતા સરકારને સુપ્રીમનો ઝટકો, સરકારી કર્મચારીઓને 25 ટકા મોંઘવારી ભથ્થું આપવા આદેશ

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને 25 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવા આદેશ કર્યો છે. ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મેહતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર 25 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઓગસ્ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અગાઉ હાઈકોર્ટે બંગાળ સરકારને આપ્યો હતો આવો આદેશ

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે. હાઈકોર્ટે મે-2022માં સુનાવણી હાથ ધરી બંગાળ સરકારને કેન્દ્રીય દર જેટલો ડીએ આપવાનો આદેશ કર્યો હતો.

સરકારે હાઈકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) નવેમ્બર-2022માં સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી કરી કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્દ્રીય ડીએ અને રાજ્યના ડીએ વચ્ચે 37 ટકાનું અંતર પણ છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને 55 ટકા ડીએની ચૂકવણી કરે છે.

2025માં ચાર ટકા ડીએ વધારાયું

પશ્ચિમ બંગાળમાં 2024માં 14 ટકા ડીએ હતું. ત્યારબાદ પહેલી એપ્રિલ-2025માં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચરીઓને 18 ટકા ડીએ મળે છે, આ કારણે રાજ્યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્યના 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ ડીએ 18 ટકાએ પહોંચ્યું છે.

Related News

Icon