
Dahod news: રાજ્યના છેવાડાના જિલ્લા એવા દાહોદમાં ચકચારી મનરેગા કૌભાંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે 35 એજન્સીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ હોવાનો ચકચારી ઘટસ્ફોટ થયો છે. મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી છે. જેથી દાહોદ સેશન્સ કોર્ટે આ જામીન અરજીની સુનાવણી નવમી મેના રોજ હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર-દેવગઢબારિયામાં મનરેગા હેઠળના 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે 35 એજન્સીઓ સામે નોંધાવેલી ફરિયાદમા મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ હોવાનું આવ્યું હતું. મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા દાહોદ સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી. જેના પગલે મંત્રી પુત્રોની જામીન અરજીની સુનવણી 9 મેના રોજ હાથ ધરાશે.
મનરેગા યોજના હેઠળ નાણાંકીય વર્ષ-2021થી 2024 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારિયાના કૂવા અને રેઢાણા જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતું. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારિયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.