
Surendranagar news: દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં જે રીતે કરોડોના ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. હજી આ અંગેની શાહી સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો બની નથી અને કામના બિલો બધા પાસ થઈ ગયાનું સામે આવ્યું છે. જેથી ભૂગર્ભ ગટરોના કામ કાગળ પર બની પાંચ લાખનું બિલ પણ પાસ થઈ ગયા હોવાનો ખુલાસો થયો છે.
મળતી વિગતો પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા સડલા ગામે ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારની બુમ સામે આવી છે. ભૂગર્ભ ગટર યોજના કાગળ પર બની અને 5 લાખનું બિલ પણ પાસ કરી નાખવામાં આવ્યું છે. સરકારી અધિકારીઓ દ્વારા કામ પૂરું થઈ ગયું હોવાનું સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે. જેથી TDO અને ગ્રામપંચાયતની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આ અંગેની યોગ્ય તપાસની માંગ સાથે ગ્રામજનો DDO કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં ભૂગર્ભ ગટર નહિ બની અને પથ્થર પણ ન મુકાયો પણ 5 લાખના બિલો પાસ થઇ ગયા હોવાની રજૂઆત કરી હતી. જેથી ગ્રામજનોએ યોગ્ય પગલાં ભરવા માંગણી કરી હતી.