ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકા જેવી સ્થિતિ છે. કારણ કે ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાંની સાથે સાંસદે પિત્તો ગુમાવ્યો છે. સોશિયલ મિડીયા પર નવા જિલ્લા પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસકરીને તો જે ઝઘડિયા અને વાલિયામાં મહામંત્રીની નિમણુક કરી તે આપ અને કોંગ્રેસમાંથી આવેલા છે. અન્ય પક્ષમાંથી આવેલા લોકોને હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે.

