Home / India : no provision in Indian law that allows wife to file rape case against her husband: HC

ભારતીય કાયદામાં પતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : હાઇકોર્ટ 

ભારતીય કાયદામાં પતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : હાઇકોર્ટ 

Delhi High Court News :  દિલ્હી હાઇકોર્ટે પતિ-પત્ની વચ્ચેના કેસનો ચુકાદો આપતા સ્પષ્ટતા કરી હતી કે પતિ પર પત્ની રેપનો કેસ ચલાવી શકે તેવી કાયદામાં કોઇ જોગવાઇ નથી. આ સાથે જ પત્નીએ પતિ પર લગાવેલા અપ્રાકૃતિક સેક્સના આરોપો બદલ લગાવાયેલી આઇપીસીની કલમ 377ને પણ હાઇકોર્ટે રદ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિલ્હીની ટ્રાયલ કોર્ટે પત્નીની ફરિયાદના આધારે પતિ સામે આઇપીસીની કલમ 377 (અપ્રાકૃતિક સેક્સ બદલ સજા) લગાવવા આદેશ આપ્યો હતો. જેની સામે પતિ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટે પતિની દલીલોને માન્ય રાખી હતી અને ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો. સાથે જ એવી સ્પષ્ટતા કરી હતી કે પત્ની પતિ સામે રેપનો કેસ ચલાવી શકે એવી કાયદામાં કોઇ જોગવાઇ નથી, એટલે કે કાયદામાં વૈવાહિક રેપના કન્સેપ્ટને કાયદો નથી ઓળખતો. 

ઓરલ સેક્સ કરવાનો આરોપ
પત્નીએ પતિ પર ઓરલ સેક્સ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ પોતાની ફરિયાદમાં એવી કોઇ સ્પષ્ટતા નથી કરી તે તેની સાથે બળજબરીથી આ અપ્રાકૃતિક સંબંધ બાંધવામાં આવ્યા હતા કે મરજીથી. પત્નીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ નપુંસક છે અને આ લગ્ન મારા પરિવાર પાસેથી રૂપિયા પડાવવા માટે કરાવવામાં આવ્યા હતા. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે પત્નીના નિવેદનમાં સમાનતા નથી, એક તરફ પતિ પર ઓરલ સેક્સનો આરોપ લગાવ્યો છે જ્યારે બીજી તરફ એવો પણ આરોપ લગાવ્યો છે કે પતિએ પૈસા માટે લગ્ન કર્યા હોવાનો આરોપ કરે છે. હાઇકોર્ટે આ તમામ પાસા અને કાયદામાં પત્ની પર પતિના રેપની સજાની કોઇ જોગવાઇ ન હોવાનું ધ્યાનમાં લઇને પતિને રાહત આપી હતી અને ટ્રાયલ કોર્ટના આદેશને રદ કર્યો હતો. 

Related News

Icon