
શું તમે એવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો જે ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે રોજિંદા મુસાફરી માટે સારી માઇલેજ આપે? પરંતુ તમે સમજી શકતા નથી કે કઈ કાર ખરીદવી, તો આજે તમને જણાવશું કે કઈ કાર 27 કિમી થી 34 કિમી સુધી માઈલેજ આપે છે? તમને નવાઈ લાગી રહી છે કે તેની આટલી બધી માઈલેજ કેવી રીતે આપે છે? તો અહીં જે કાર વિશે તમને જણાવશું, તે બધી CNG કાર છે.
Maruti Suzuki Celerio CNG Mileage અને કિંમત
મારુતિ સુઝુકીની આ લોકપ્રિય હેચબેક પ્રતિ કિલો CNG 34.43 કિમી સુધીની શાનદાર માઇલેજ આપે છે. લોકોને આ કારનું CNG મોડેલ 6 લાખ 89 હજાર 500 રૂપિયા (એક્સ-શોરૂમ)માં મળશે. આ કારના બધા વેરિયન્ટમાં 6 એરબેગ્સ, હિલ હોલ્ડ આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, EBD સાથે ABS અને રિવર્સ પાર્કિંગ સેન્સર મળશે.
Tiago CNG Mileage અને કિંમત
ટાટા મોટર્સની આ લોકપ્રિય કાર એક કિલોગ્રામ સીએનજીમાં 26.49 કિમી સુધીની માઇલેજ આપે છે. આ કારના CNG મોડેલની કિંમત 5 લાખ 99 હજાર 990 રૂપિયા (એક્સ-શોરૂમ)થી 8 લાખ 74 હજાર 990 રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની છે. ટિયાગોમાં કંપનીએ ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ISOFIX સપોર્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, હિલ હોલ્ડ કંટ્રોલ અને રિવર્સ પાર્કિંગ કેમેરા આપ્યા છે.
Maruti Suzuki Alto K10 Mileage અને કિંમત
કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સસ્તી કાર સાથે ગ્રાહકોને પ્રતિ કિલોગ્રામ CNG પર 33.40 કિમી સુધીનું સારું માઇલેજ મળશે. આ કારનું CNG મોડેલ ખરીદવા માટે તમારે 5 લાખ 89 હજાર 501 રૂપિયા (એક્સ-શોરૂમ) અથવા 6 લાખ 20 હજાર 500 રૂપિયા (એક્સ-શોરૂમ) ખર્ચ કરવા પડશે.
આ કારના બે CNG વેરિયન્ટ ઉપલબ્ધ છે. આ કારમાં ઉપલબ્ધ સુરક્ષા સુવિધાઓની વાત કરીએ તો, આ કારમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન સાથે ABS અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ છે.