Home / Gujarat / Surat : mastermind behind the digital arrest of an elderly man was operating a gang

Surat News: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરનાર માસ્ટરમાઈન્ડ આફ્રિકાથી ગેંગ ઓપરેટ કરતો, લખનૌ એરપોર્ટથી દબોચાયો

Surat News: વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરનાર માસ્ટરમાઈન્ડ આફ્રિકાથી ગેંગ ઓપરેટ કરતો, લખનૌ એરપોર્ટથી દબોચાયો

ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા ઉસેટી લેનારા માસ્ટર માઈન્ડને ઝડપી લેવામાં આવ્યો છે. સુરતના 90 વર્ષીય વૃદ્ધ સિનિયર સિટિઝનને અઢી અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓના ઘરની બહારના સંપર્ક તોડી તેમના નામે પર્સનલ લોન સહિત વિવિધ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે 1.15 કરોડ રૂપિયા કાઢી લેવાયા હતા. આ મામલામાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય સુત્રધાર પાર્થ ગોયાણી ભાગી છૂટ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નેપાળમાં છુપાઈને બેઠો હતો

પાર્થ ગોયાણી છેલ્લા 3 મહિનાથી નેપાળમાં છુપાઈ રહેતો હતો અને ત્યાં પણ કોલસેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તાજેતરમાં તે નેપાળથી લખનૌ આવ્યા બાદ ફરી કમ્બોડિયા જઈ રહ્યો હતો. ત્યારે લખનૌ એરપોર્ટ પરથી સુરત સાઇબર ક્રાઇમની ટીમે તેને ઝડપી લીધો હતો.પાર્થ ગોયાણી કમ્બોડિયામાંથી પોતાના નેટવર્ક દ્વારા વિશ્વના અલગ અલગ દેશના અને ભાષાના કોલર્સને નોકરી ઉપર રાખીને ભારત સહિતના દેશોમાં કોલસેન્ટર ચલાવતો હતો. 

વધુ નામ બહાર આવે તેવી સંભાવના

પાર્થના સંપર્કમાં ઘણા ચાઇનીઝ ગેંગના સહભાગી પણ જોડાયેલા હતા. તે પાકા પ્લાન હેઠળ સોફ્ટવેર દ્વારા ભોગ બનેલા લોકોના ફોન- લેપટોપ પર કન્ટ્રોલ લઈ લેતા અને પછી તેને ડિજિટલ એરેસ્ટમાં રાખી લોન લઈ પૈસા ટ્રાન્સફર કરાવતા. હાલમાં પાર્થ ગોયાણીને સુરત લાવવામાં આવ્યો છે અને વધુ પૂછપરછમાં અનેક નામો બહાર આવવાની સંભાવના છે. સાઇબર ક્રાઇમ પોલીસે ગુનાની સમગ્ર ગાંઠ ઉકેલવા અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા ગુનાઓ સાથે લિંક શોધવા તપાસ આરંભી છે.

 

Related News

Icon