Tapi news: તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શાળામાં કાર્યક્રમ કરવામાં આવે છે આ દરમ્યાન શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણીઓ, અધિકારીઓ હાજરી આપતા હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને જરુરી સૂચનો અને પુસ્તકો આપે છે. શાળાઓ શરૂ થતાની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે નિયમિત રીતે વર્ગમાં આવતા થયા છે. પરંતુ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે શિક્ષકોને કલેકટરે ઠપકો આપ્યો હતો.

