આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે ખાડી પુર જેવી સમસ્યા સામે આવે છે અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો જોવા મળતો હોય છે તેમજ લોકોને હાલાકી પડતી હોય છે અને મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠે છે ત્યારે આ વર્ષે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ ૫૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગયી છે અને આવનારા ૨૦ દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સુરતના મેયર દક્ષેશ ભાઈ માવાણીએ જણાવ્યું છે.

