
રાજ્યમાં હવે પેપર ફૂટવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેવામાં અમરેલીની MD સીતાપરા કોલેજ વિવાદમાં આવી છે. પરીક્ષા શરૂ થતાંની સાથે જ આ કોલેજના ગૃપમાં જવાબોના સ્ક્રીનશોટ આવતા કોલેજની ગેરરિતિ સામે આવી છે. જેને લઈને CYSS દ્વારા કુલપતિને રજૂઆત કરી 48 કલાકનું અલ્ટિમેટમ અપાયું.
પરીક્ષા શરૂ થતાની સાથે જવાબો વોટ્સેપમાં વાઈરલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની એમ. ડી. સીતાપરા કોલેજ વિવાદમાં આવી છે. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન CYSS દ્વારા અમરેલીમાં MD સીતાપરા કોલેજમાં ગેરરીતિના સ્ક્રીનશોટ યુનિવર્સિટીને આપવામાં આવ્યા. કોલેજમાં પરીક્ષા શરૂ થતાની સાથે જ કોલેજના ગૃપમાં જવાબોના સ્ક્રીનશોટ આવ્યા હતા. આ ગેરરીતિને લઈને સમગ્ર ઘટનાના સ્ક્રીનશોટ યુનિવર્સિટીને આપી પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.
CYSSએ 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ
અમરેલીમાં પેપરના જવાબોના સ્ક્રીનશોટ વાઇરલ થતાં આમ આદમી પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન CYSS દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. કહ્યું, " એમ.ડી. સિતાપરા કોલેજમાં ગેરરીતિના સ્ક્રિન શોટ યુનિવર્સિટીને આપ્યા ને કહ્યું, "પરીક્ષા શરૂ થતાંની સાથે જ આ કોલેજના ગૃપમાં જવાબો ના સ્ક્રીનશોટ આવી જાય. CYSSએ સ્પષ્ટ માંગણી કરી છે કે આ પ્રકરણમાં 48 કલાકમાં પગલાં લેવામાં આવે અને તેની સાથે અમરેલીનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરવામાં આવે."