Home / World : VIDEO: Who is the Indian-origin student who raised slogans of Free Palestine in America?

VIDEO:અમેરિકામાં Free Palestineના નારા લગાવનાર ભારતીય મૂળની વિદ્યાર્થિની કોણ છે? જેના ભાષણથી વિવાદ વકર્યો 

USA Indian students News | અમેરિકાની માસાચ્યુસેટ્સ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યુટ (MIT) માં ભારતીય વિદ્યાર્થિની મેઘા વેમુરીએ જે રીતે પેલેસ્ટાઈનના સમર્થનમાં મંચ પરથી ભાષણ આપ્યું છે તેના બાદથી ભારે વિવાદ સર્જાયો છે. મેઘા વેમુરીએ ઈઝરાયલ સામે માસૂમોની હત્યાનો આરોપ લગાવતા કહ્યું હતું કે યુનિવર્સિટીએ ઈઝરાયલ સાથેના સંબંધો તોડી નાખવા જોઈએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દીક્ષાંત સમારોહમાં બની ઘટના 
વેમુરીએ સાથી વિદ્યાર્થીઓને પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઊભા થવાનું આહ્વાન કર્યું હતું. પેલેસ્ટાઈન સમર્થકોની નિશાની લાલ રંગનો શેમગ પહેરી વેમુરીએ કહ્યું કે તમે બતાવી દો કે એમઆઈટી ફ્રી પેલેસ્ટાઈન ઈચ્છે છે. યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભારે ભીડ એકઠી થઇ હતી. પરિસરમાં તે સમયે વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના પરિવાર અને ફેકલ્ટીના સભ્યો પણ હાજર હતા. 

યુનિવર્સિટીના ઈઝરાયલ સાથેના સંબંધોની ટીકા કરી 
ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઇઝરાયલી હુમલાને લઈને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં પહેલાથી જ વિવાદની સ્થિતિ છે. અમેરિકાના વહીવટીતંત્રે ઘણા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી પણ કરી છે. વેમુરીએ પોતાના ભાષણમાં કહ્યું કે, એ વાત કોઈથી છુપી નથી કે આખા દેશની શૈક્ષણિક સંસ્થાઓ અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઇ છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ સાથે MITના સંશોધન સંબંધો શરમજનક છે અને તે માનવતા વિરુદ્ધ છે.

ગાઝામાં હવે કોઈ યુનિવર્સિટી નથી : મેઘા 
વેમુરીએ કહ્યું કે, MITના સંશોધન સંબંધો ફક્ત ઇઝરાયલી સેના સાથે છે. આનો અર્થ એ છે કે આ શાળા ઇઝરાયલ ગાઝામાં જે નરસંહાર કરી રહી છે તેને પણ સમર્થન આપી રહી છે. તેણે કહ્યું કે MITના અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થી સંઘે ઇઝરાયલ સાથે સંબંધો તોડવાના સમર્થનમાં મતદાન કર્યું છે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા જ ધમકી આપવામાં આવી હતી. આ પછી પણ તેઓ હાર માન્યા નહીં. વેમુરીએ કહ્યું કે, ગાઝામાં હવે કોઈ યુનિવર્સિટી નથી. ઇઝરાયલ પેલેસ્ટિનિયનોનો નાશ કરવા માંગે છે. શરમજનક વાત એ છે કે MIT પણ તેનો એક ભાગ છે.

મેઘા વેમુરી કોણ છે?
મેઘા વેમુરી MITમાં 2025 ની ક્લાસ પ્રેસિડેન્ટ છે. વેમુરીના ભાષણ દરમિયાન, ઘણા વિદ્યાર્થીઓએ ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવ્યા. જોકે કેટલાક વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા. MIT એ આ સંદર્ભમાં કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. મેઘા વેમુરી ભારતીય મૂળની છે. તેનો જન્મ જ્યોર્જિયાના આલ્ફારેટ્ટામાં થયો હતો. તાજેતરમાં તેણે કમ્પ્યુટર સાયન્સ, ન્યુરોસાયન્સ અને ભાષાશાસ્ત્રમાં ડિગ્રી પૂર્ણ કરી છે અને તે ગ્રેજ્યુએટિંગ ક્લાસની પ્રેસિડેન્ટ રહી ચૂકી છે. 

 

Related News

Icon