
ભારત સરકારના અને દેશના નાગરિકોના કરોડો રૂપિયા લઇને ફરાર થયેલા મેહુલ ચોક્સીને બેલ્જિયમ ખાતે ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલા મેહુલ ચોક્સીને ભારત સરકાર પરત લાવશે. મળતી માહિતી પ્રમાણે, સરકાર તેમજ દેશના નાગરિકોના આશરે 13,000 કરોડ રૂપિયા મામલે કાર્યવાહી કરાશે. ત્યારે ભાવનગરના દિવ્યનિર્માણ જ્વેલર્સવાળા દિગ્વિજયસિંહ જાડેજા સાથે પણ મેહુલ ચોક્સીએ મોટી કિંમતની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
106 કિલો સોનું ઉપરાંત રૂપિયા ૩૦ કરોડની છેતરપિંડી
જ્વેલર્સના માલિક દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં મેહુલ ચોક્સીએ છેતરપિંડી કરી 106 કિલો સોનુ ઉપરાંત રૂપિયા ૩૦ કરોડ કુલ મળીને વર્તમાન કિંમતના રૂપિયા 128 કરોડની છેતરપિંડી કરી છે. જે અંગે વેપારીએ મોદી સરકારનો આભાર માન્યો હતો. અને હવે મેહુલ ચોક્સી ઝડપાયા બાદ યોગ્ય રીતે તપાસ સરકાર દ્વારા કરવામાં આવે અને ન્યાય મળે તેવી માંગ કરી છે.