Home / India : How Mehul Choksi got caught in the Modi government's trap

મોદી સરકારની જાળમાં કેવી રીતે ફસાયો Mehul Choksi, કેવી રીતે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત આવશે 

મોદી સરકારની જાળમાં કેવી રીતે ફસાયો Mehul Choksi, કેવી રીતે પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત આવશે 

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. હવે સમાચાર આવ્યા છે કે બેલ્જિયમમાં સંતાઇને રહેતા પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની પણ ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સરકારે મેહુલ ચોક્સીની ધરપકડને લઇને દબાણ બનાવ્યું હતું. હવે મેહુલ ચોક્સીને જલદી ભારત લાવવામાં આવી શકે છે કારણ કે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. આવો જાણીયે શું છે પ્રત્યાર્પણ કાયદો અને ભારતના કેટલા દેશો સાથે પ્રત્યાર્પણ સંધિ છે? મેહુલ ચોક્સી કેવી રીતે જાળમાં ફસાયો?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહેલા ભારતે સંધિ કરી અને મેહુલ ચોક્સી ફસાયો

2020ની વાત છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમના મધ્ય પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી. ભારત અને બેલ્જિયમ વચ્ચે થનારી આ નવી સમજૂતિએ 1901માં બ્રિટન અને બેલ્જિયમ વચ્ચે થયેલી સંધિનું સ્થાન લીધુ હતુ જે સ્વતંત્રતા મેળવ્યા પહેલા પૂર્વ ભારત પર લાગુ થઇ ગઇ હતી. તે સંધિ જ ભારત અને બેલ્જિયમ વચ્ચે લાગુ છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ અને બર્મુડાની નાગરિકતા મેળવી લીધી હતી. ભારતની આ દેશ સાથે કોઇ પ્રત્યાર્પણ સંધિ નથી. જ્યારે મેહુલ ચોક્સી બેલ્જિયમ આવ્યો ત્યારથી એજન્સીઓ એક્ટિવ થઇ ગઇ હતી.

શું છે પ્રત્યાર્પણ?

પ્રત્યાર્પણ એ એક જટિલ કાનૂની પ્રક્રિયા છે જે સરહદ પારના ગુનાઓનો સામનો કરવામાં અને ગુનેગારોને ન્યાય અપાવવામાં મદદ કરે છે. આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને આધીન છે. તે માનવ અધિકારો અને બેવડી ગુનાહિતતા જેવા પરિબળોથી પણ પ્રભાવિત છે. આમાં વ્યક્તિને એક અધિકારક્ષેત્રમાંથી બીજા અધિકારક્ષેત્રમાં ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે જેથી તેના પર કેસ ચલાવી શકાય અથવા સજા ફટકારી શકાય. આ પ્રક્રિયા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એક દેશમાં ગુનાનો આરોપી અથવા દોષિત ઠરે છે અને બીજા દેશમાં ભાગી જાય છે.

ભારતનો પ્રત્યાર્પણ કાયદો ક્યારથી લાગુ છે?

ભારતમાં પ્રત્યાર્પણ કાયદો 1962ના પ્રત્યાર્પણ કાયદા દ્વારા સંચાલિત થાય છે. આ ભારત અને અન્ય દેશો વચ્ચે અમલમાં રહેલા પ્રત્યાર્પણ સંધિઓ દ્વારા સંચાલિત થાય છે. પ્રત્યાર્પણ કાયદો, 1962 ભારત અને ભારતથી વિદેશમાં પ્રત્યાર્પણ કરાયેલા બંને વ્યક્તિઓને લાગુ પડે છે.

ભારતના આ દેશો સાથે પ્રત્યાર્પણ કરાર

ભારતે અત્યાર સુધી 48 દેશો સાથે પ્રત્યાર્પણ સંધિ કરી છે અને 12 દેશો સાથે પ્રત્યાર્પણ વ્યવસ્થા બનાવી છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, રશિયા,ફ્રાંસ, યુએઇ, નેપાળ, સાઉદી અરબ, જર્મની, બાંગ્લાદેશ જેવા કેટલાક મહત્ત્વના દેશો સાથે ભારતની કાયદાકીય સમજૂતિ છે જેથી કોઇ પણ ભાગેડુ ગુનેગાર કાયદાથી બચી ના શકે.

ભારતમાં પ્રત્યાર્પણનું કામ કઇ એજન્સી કરે છે?

વિદેશ મંત્રાલયનો કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા વિભાગ પ્રત્યાર્પણ કાયદાનું સંચાલન કરતી કેન્દ્રીય સત્તા છે. તે આવનારી અને બહાર જતી પ્રત્યાર્પણ વિનંતીઓને ધ્યાનમાં લે છે. ભારત વતી પ્રત્યાર્પણ વિનંતીઓ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા જ કરવામાં આવે છે, જે ઔપચારિક રીતે રાજદ્વારી માધ્યમો દ્વારા સંબંધિત વિદેશી દેશમાં પ્રત્યાર્પણની વિનંતી કરે છે.

ભારતમાંથી ક્યારે ભાગી ગયો હતો મેહુલ ચોક્સી?

મેહુલ ચોક્સી પોતાના ભાણીયા નીરવ મોદી સાથે જાન્યુઆરી 2018માં ભારતમાંથી ભાગી ગયો હતો. પંજાબ નેશનલ બેન્કમાં કૌભાંડ સામે આવ્યા પહેલા જ આ બન્ને દેશ છોડીને જતા રહ્યાં હતા. આ ભારતનું બીજુ સૌથી મોટુ બેન્ક કૌભાંડ હતું. આ ઘટના સામે આવ્યા પહેલા જ મેહુલ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા લઇ લીધી હતી. વર્ષ 2021માં જ્યારે તે ક્યુબા જતો હતો ત્યારે ડોમિનિકામાં તેને પકડવામાં આવ્યો હતો. તે બાદ મેહુલ ચોક્સીએ કહ્યું હતું કે રાજકીય ષડયંત્રને કારણે તેના પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે. મેહુલ ચોક્સીએ એમ પણ કહ્યું હતું કે EDએ ગેરકાયદેસર રીતે ભારતમાં તેની સંપત્તિઓ જપ્ત કરી રાખી છે.

મેહુલ ચોક્સી પછી કોનો નંબર?

માનવામાં આવે છે તે લીકર બિઝનેસમેન અને ભાગેડુ વિજય માલ્યાને પણ ભારત લાવવામાં આવી શકે છે. નીરવ મોદી લંડનમાં મની લૉન્ડ્રિંગ કેસને લઇને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. પૂર્વ ઉદ્યોગપતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સંસ્થાપક લલિત મોદીએ વનઆતુની નાગરિકતા મેળવી લીધી છે, જેનો અર્થ છે કે લલિત મોદીને સ્વદેશ લાવવો હવે મુશ્કેલ બની ગયું છે. 15 વર્ષ પહેલા ભારતીય તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને વિદેશ ભાગી ગયેલા લલિત મોદીએ ભારતીય નાગરિકતા છોડવા માટે અરજી ભારત સરકારને મોકલી છે અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક નાના ટાપુ વનઆતુની નાગરિકતા પણ લઇ લીધી છે.હવે જો તે ત્યાંથી નીકળશે ત્યારે જ તેને ભારત લાવવામાં આવી શકે છે.

Related News

Icon