યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, રશિયાએ ગઈકાલે શુક્રવારે રાત્રે યુક્રેન પર 597 ડ્રોન અને 26 મિસાઈલ છોડી હુમલો કર્યો. આ હુમલો અત્યાર સુધીમાં રશિયાનો સૌથી મોટો હુમલો છે. ઝેલેન્સ્કી મુજબ, ડ્રોન હુમલામાં મોટાભાગે ઈરાનમાં બનાવેલા 'શાહેદ' ડ્રોન હતા. ઝેલેન્સ્કીએ દુનિયાને અપીલ કરી કે, 'આવા હુમલાઓને રોકવા માટે રશિયા પર કડક નિયંત્રણો લાદવામાં આવે.'

