કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 (Cannes 2025) નો બીજો દિવસ હોલીવૂડ સ્ટાર ટોમ ક્રૂઝ અને તેની મચ અવેઈટેડ ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ: ફાઈનલ રેકનિંગ' (Mission Impossible: Final Reckoning) નો રહ્યો. બીજા દિવસે જ્યારે ટોમ ક્રૂઝ કાન્સના રેડ કાર્પેટ પર પહોંચ્યો ત્યારે લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. આ પછી, 'મિશન ઈમ્પોસિબલ: ફાઈનલ રેકનિંગ' નું પ્રીમિયર થયું હતું. કાન્સમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને લોકો લાંબા સમય સુધી ફિલ્મને તાળીઓથી વધાવતા રહ્યા. આ જોઈને ટોમ ક્રૂઝ ઈમોશનલ થઈ ગયો હતો.

