Home / Gujarat / Kutch : Army foils Pakistan's attempt to attack 15 military installations including in Gujarat

ભુજ સહિત 15 સ્થળોએ પાકિસ્તાનનો ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો

ભુજ સહિત 15 સ્થળોએ પાકિસ્તાનનો ડ્રોન અને મિસાઇલથી હુમલાનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો

પાકિસ્તાને ગુજરાતના ભુજ સહિત ભટિંડા, છત્તીસગઢ અમૃતસર સહિતની જગ્યા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. તમામ પ્રયાસોને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યા છે. ડ્રોન અને મિસાઈલથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. એયર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ હુમલા નિષ્ફળ કરાયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરતાં ગઈકાલે મોડી રાત્રે ભારત-પાકિસ્તાનની સરહદો પર ડ્રોન અને મિસાઈલો વડે હુમલાઓ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ તબાહ કરી દીધી હતી. ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા ભારત સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. જો પાકિસ્તાન આવું કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું.

પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા નિષ્ફળ બનાવ્યા હતાં.

પહેલગામ આતંકી હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. જોકે, પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને ભુજ સહિત 15 સ્થળો પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે, ભારતે તેને નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતે તે બાદ પાકિસ્તાનમાં 9 સ્થળોએ ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાની એર ડિફેન્સ યૂનિટને ભારે નુકસાન થયું છે.

ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી

ભારત સરકારે ઓફિશિયલ નિવેદન જાહેર કરતા જણાવ્યુ, "આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં કેટલાક સ્થળો પર એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનને જવાબી કાર્યવાહીમાં તેની ભાષામાં જ જવાબ આપ્યો છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે."

7 અને 8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઇ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમી ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને કાઉન્ટર યૂએએસ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવી હતી. આ હુમલાના કાટમાળ કેટલાક સ્થળોથી જપ્ત પણ કરવામાં આવ્યા છે.

Related News

Icon